ઉપલેટા તાલુકાના ખેડૂતો ગુમરાહ કરવાની પ્રવૃત્તિ કરે છે કોંગ્રેસ: ધારાસભ્ય ડો.પાડલિયા
સને 2024 માં ભારે વરસાદનાં કારણે કપાસનાં પાકમાં ખેડુતોને નુકશાન થતા સરકારશ્રી દ્વારા જાહેર કરાયેલ કૃષિ રાહત પેકેજમાંથી ઉપલેટા તાલુકાના ભીમોરા, ચીખલીયા, ડુમીયાણી, ગધેથડ, અરણી, સહીદ ખારચીયા, ખીરસરા, હાડફોડી, ચરેલીયા, ગઢાળા, હરીયાસણ, કેરાળા, ઢાંક, ઈસરા, ખાખીજાળીયા, ગણોદ, ભાંખ, વડાળી, પડવલા, જાર અને વડેખણ એમ કુલ 20 (વીસ) ગામોને આ પેકેજમાંથી બાકાત રાખી આ ગામોના ખેડુતોને સરકારએ અન્યાય કરેલ છે તે મતલબનું આવેદનપત્ર પુર્વ ધારાસભ્ય લલીતભાઈ વસોયાની આગેવાનીમાં કોંગ્રેસ પક્ષનાં હોદેદારોએ તા.02/09/2025 નાં રોજ આપેલ.
ગુજરાત સરકારનાં કૃષિ વિભાગનાં તા.30/08/2025 નાં ઠરાવ ક્રમાંક : ACD/MSC/e-file/2/2025/0428/K7થી જાહેર થયેલ કૃષિ રાહત પેકેજ (કપાસ) ઓકટોબર-2024 માં ઉપલેટાં તાલુકાનાં તમામ 49 ગામો તેમજ ઉપલેટા શહેર અને ભાયાવદર શહેર એમ મળીને સમગ્ર ઉપલેટા તાલુકાનાં ખેડુતો માટે ઓક્ટોબર-2024 માં થયેલ ભારે વરસાદના કારણે કપાસનાં પાકમાં થયેલ નુકશાન માટે સમાવેશ થયેલ છે. એકપણ ગામ બાકાત રાખવામાં આવેલ નથી અને ખેડુતોને કોઈ અન્યાય કરવામાં આવેલ નથી. પુર્વ ધારાસભ્ય અને કોંગ્રેનાં હોદેદારોએ ઉપલેટા તાલુકાનાં ખેડુતોને ગેરમાર્ગે દોરતું આવેદનપત્ર આપેલ છે જે હકીકતથી વિપરીત છે જેને હું વખોડું છુ. કેન્દ્ર સરકાર અને રાજય સરકાર હંમેશા ખેડુતોની સાથે છે અને સમયાંતરે ખેડુતોને પરતી કુદરતી મુશ્કેલીઓનાં સમયે હંમેશા ખેડુતોની સાથે ઢાલ બનીને રહેલ છે. જેનું તાજું ઉદાહરણ આ રજુ થયેલ કૃષિ પેકેજ છે.