ભાવનગરમાં ડિમોલિશનના વિરોધમાં પિડીતો સાથે કોંગ્રેસની જનઆક્રોશ રેલી
વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરાય તો ડંકાની ચોટે આંદોલન કરવા મેવાણીની ચીમકી: આવેદનપત્ર પાઠવી રજૂઆત
ભાવનગર ના શહેરના જશોનાથ ચોક ખાતે આવેલ ડો. બાબા સાહેબ આંબેડકર સાહેબની પ્રતિમા નજીક વિશાળ જંગી જાહેર સભા યોજાયા બાદ રેલી સ્વરૂૂપે જન આક્રોશ રેલી યોજાઈ હતી જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને કાર્યકારી અધ્યક્ષ જીજ્ઞેશભાઈ મેવાણી સહિતના કોંગ્રેસના આગેવાનો વસાહતીઓ અને ઝુપડપટ્ટી હિત સક્ષક સમિતિના આગેવાનો અને ભાવનગર શહેરના નગરજનો વિશાળ સંખ્યામાં આ રેલી અને સભામાં જોડાયા હતા ત્યારબાદ ભાવનગર મહાનગરપાલિકાના કમિશ્નરને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું.
આ સભાને સંબોધતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યુ હતુ કે અસરકર્તા લોકોને વૈકલ્પીક વ્યવસ્થા કે ન્યાયના સિધ્ધાંતોનું પાલન કર્યા વગર નોટીસો પાઠવવી મકાનો તોડી પાડવાની અમાનવીય અને અન્યાયકર્તા પ્રવૃત્તિ કરવી તે અનિચ્છનીય છે .અસર કરતા લોકો વર્ષોથી આ સ્થળે વસવાટ કરે છે રાતો રાત તેમને ઘર વિહોણા કરવા તે વ્યાજબી વાત નથી અસરગ્રસ્ત લોકોને ન્યાય મળે તે માટે કોંગ્રેસપક્ષ તેમની સાથે છે જરૂૂર પડે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. શક્તિસિંહ ગોહિલે વધુમાં જણાવ્યુ હતુ કે સત્તાધારી પક્ષ અહંકારમાં જીવે છે જેની સોનાની નગરી હતી તેમાં પણ અહંકાર રહયો ન હતો ગરીબ લોકો માટે ફક્ત વિરોધ પક્ષઓ એ જ આંદોલન કરવાનું શું ? સત્તાધારી પક્ષની કોઈ ફરજ નથી ગરીબનું ઝુપડુ પડે ત્યારે આંખ માંથી આશુ શરી પડે છે ના છુટકે વિરોધપક્ષે આંદોલન કરવાની ફરજ પડે છે.
આ સબાને સંબોધતા ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યુ હતુ કે આવી ઝુપડપટ્ટીમાં ગરીબ અને મજુર વર્ગના લોકો રહે છે. મહાનગરપાલિકાની કચેરી પણ આવા લોકોની મહેનતથી બનેલી હોય છે આ સરકાર નિમ્ભર બનીને ગરીબ લોકોના ઝુપડા તોડવા તૈયાર થઈ છે તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે ભાવનગર શહેરની કેટલીક ઝુપડપટ્ટીઓ બચાવી લેવા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સ્ટે. લાવ્યા બાદ જ આવી વસાહતો વર્ષોથી હાલમાં પણ હયાત છે.
કોંગ્રેસની સરકારમાં પણ મોટા ઉદ્યોગો હતા પણ કોંગ્રેસે ગૌચરની જમીનો ખાલી કરવા ઝુપડપટ્ટીઓ તોડવા કે ખેડુતોને અન્યાય કરતા નિર્ણયો કર્યા નથી અંતમાં જીજ્ઞેસ મેવાણીએ જણાવ્યુ હતુ કે આવા ગરીબ લોકો માટે વૈકલ્પીક વ્યવસ્થા નહી કરાય તો ડંકાની ચોટે આંદોલન કરશુ જરૂૂર પડે ત્યારે હું ભાવનગર આવી અને આંદોલનમાં જોડાઈશ તેમ જણાવ્યુ હતુ. આ ઉપરાંત કોંગ્રેસના પુર્વ ધારાસભ્યો, શહેર પ્રમુખ, વિપક્ષના નેતા, કોર્પોરેટરો તેમજ ઝુપડપટ્ટી વસાહત સમિતીના આગેવાનોએ પણ સભાને સંબોધી અને રેલી સ્વરૂૂપે ભાવનગર અધિક જીલ્લા કલેકટર ગોયાણી અને ભાવનગર મ્યુની. કમીશ્નર સુજીતકુમાર ને રૂૂબરૂૂ મળી શક્તિસિંહ ગોહિલ અને જીજ્ઞેસ મેવાણીએ આવેદનપત્ર પાઠવ્યું હતુ.