For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાજપના ભરતી મેળા બાદ અંતે કોંગ્રેસ જાગી, રાજ્યના તમામ તાલુકાઓમાં સંમેલન યોજાશે

06:06 PM Feb 05, 2024 IST | Bhumika
ભાજપના ભરતી મેળા બાદ અંતે કોંગ્રેસ જાગી  રાજ્યના તમામ તાલુકાઓમાં સંમેલન યોજાશે

લોકસભાની ચૂંટણીના પરિપેક્ષમાં કોંગ્રેસે મોટી તૈયારી શરૂૂ કરી છે. રાજ્યના તમામ તાલુકાઓમાં કોંગ્રેસ સંમેલન યોજશે. સ્થાનિક પ્રશ્નોને ઉજાગર કરવા ત્રણ તાલુકાઓમાં કોંગ્રેસ પદયાત્રા પણ યોજશે. કોંગ્રેસનું સ્થાનિક પ્રશ્નોને ઉજાગર કરવા ગુજરાતનાં તમામ તાલુકાઓમાં પસંમેલનથનું આયોજન કરવામાં આવશે. 75 જેટલા આગેવાનોને તાલુકા સ્તરે સંમેલનની જવાબદારી સોંપાઈ છે.

Advertisement

તાલુકાઓમાં પદયાત્રામાં નીકળવામાં આવશે અને સ્થાનિક પ્રશાસન કચેરી-મથકે આવેદનપત્ર આપી રજુઆત કરશે. સ્થાનિકોને થતા અન્યાય વિરુદ્ધ તાલુકા મથક સુધી ‘જન અધિકાર પદયાત્રા’ કરવામાં આવશે. 10 ફેબ્રુઆરી સુધીમાં તમામ તાલુકાઓમાં સંમેલન પૂર્ણ કરવાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આદેશ કર્યો છે. તમામ 243 તાલુકાઓમાં સ્થાનિક લોકોને સાથે રાખીને ભાજપ સરકારનાં અન્યાય અને અણઘડ વહીવટ અંગે લોકો સુધી સાચી હકીકત લઈ પહોંચાડવામાં આવશે. લોકસભા ચૂંટણીને અંતર્ગત તાલુકાની મુલાકાત કરીને તાલુકાના પ્રશ્નો તથા સંગઠનને મજબૂત કરવા માટે સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે સંમેલન બેઠકનું આયોજન કરવાની મહત્વપૂર્ણ જવાબદારી 75 આગેવાનોને સોંપવામાં આવી છે.

લોકસભાની ચૂંટણીને લઇને ભાજપ સંગઠનને મજબૂત બનાવવા સક્રિય રીતે કામ કરી રહી છે. 2500 કોંગી નેતાએ હાથનો સાથ છોડીને સી. આર પાટિલના હસ્તે કેસરિયો ધારણ કર્યો છે. ખંભાતના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય ચિરાગ પટેલ કેસરિયા કર્યા છે. ઉલ્લેખનિય છે કે, ખંભાત બેઠકના પૂર્વ કોંગી ધારાસભ્ય ચિરાગ પટેલે થોડા સમય પહેલા જ પક્ષ અને હોદ્દા પરથી આપ્યું હતું રાજીનામુ ચિરાગ પટેલ સહિત કોંગ્રેસના 2500 કાર્યકરો ભાજપમાં જોડાયા છે.
સ્થાનિક સરપંચો, વકીલો, ડેપ્યુટી સરપંચ, ગ્રામ્ય દૂધ મંડળીના ચેરમેન ચેરમેનો સહિત અંદાજીત 2500 જેટલા લોકોએ કોંગ્રેસનો હાથ છોડી કેસરિયો ધારણ કર્યો છે. રાજેન્દ્રસિંહ પરમાર, અમિત ચાવડા સહિત ભરતસિંહ સોલંકીના નજીકના લોકો ભાજપમાં જોડાયા છે. ભાજપમાં સતત ભરતી મેળો ચાલી રહ્યો છે ગઇઈકાલે જ વિસાવદરથી આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી ભાજપમાં જોડાયા હતા ત્યારે હવે કોંગ્રેસ પણ એકશનમાં આવી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement