ઉપલેટામાં દારૂના 8 હાટડાના એડ્રેસ આપતુ કોંગ્રેસ
ઉપલેટામાં શહેર કોંગ્રેસ તાલુકા કોંગ્રેસ તેમજ અને અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા જે રીતે તાજેતરમાં ગુજરાતની અંદર દારૂૂ તેમજ જુગાર અને દુષણને બંધ કરાવવા સહિતની બાબતોને લઈને વિરોધ તેમ જ આવેદનપત્રો પાઠવીને ચાલતી આ પ્રવૃત્તિઓ બંધ કરાવવાની કામગીરી કરાવવામાં આવી રહી છે તેના ભાગરૂૂપે ઉપલેટામાં પણ ઉપલેટા મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસના આગેવાનો તેમજ અનુસૂચિત જાતિના આગેવાનોએ એકત્રિત થઈ સુત્રોચાર કરી ઉપલેટા શહેર અને તાલુકા વિસ્તારમાં ચાલતી દારૂૂ તેમજ જુગાર અને ડ્રગ્સની વેચાણની અને હપ્તાખોરીની પ્રવૃત્તિઓ બંધ કરાવવાની સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું.
ઉપલેટા શહેરને તાલુકા કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં ખુલ્લામાં ખુલ્લું જણાવવામાં આવ્યું છે કે, (1) રેલ્વે સ્ટેશન વિસ્તારમાં દેશી દારૂૂનું વેંચાણ, (2) ભવાની નગરમાં દેશી દારૂૂનું વેંચાણ, (3) ઈસરાના પાટીયા પાસે એક કારખાનાની બાજુમાં દારૂૂનું વેંચાણ, (4) સ્મશાન રોડ ઉપર દેશી દારૂૂ તથા ગાંજાનું વેંચાણ, (5) નાગનાથ ચોક પાસે ખાડામાં દારૂૂને વેંચાણ ખુલ્લેઆમ થાઈ છે, (6) ભાદર ચોકમાં દેશી દારૂૂનું વેંચાણ, (7) પંચહાટડી ચોક વિસ્તારમાં ગાંજાનું વેંચાણ, (8) ઉપલેટા તાલુકાના દરેક ગામડાઓમાં દેશી દારૂૂનું વેંચાણ તંત્રની મીઠી નજર હેઠળ ચાલું છે જે તાત્કાલિક બંધ નહીં થાય તો ના-છુટકે જનતા રેડ કરવી પડશે તેવું જણાવ્યું છે.
ઉપરોક્ત જગ્યાએ દારૂૂ ખુલ્લેઆમ વેંચાય છે તેની પોલીસને તમામ માહિતી છે. આમ છતાં હપ્તા લઈને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલવા દે છે તે તાત્કાલિક બંધ કરાવવામાં આવે તેવું જણાવ્યું છે.
આ પ્રવૃતિ બંધ નહિ થાઈ તો આગામી દિવસોમાં કચેરી સામે કોંગ્રેસ દ્વારા ઉપવાસ આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે અને વિશેષમાં આ આવેદન પત્ર આપતા જ આ જગ્યાએ દારૂૂ વેંચાતો હોવાના કેટલાક કેસ કરવામાં આવશે તેમા આ દારૂૂ વેંચનાર મુખ્ય એક પણ વ્યક્તિ નહિ હોય તેવું પણ જણાવ્યું છે.કોંગ્રેસે જણાવ્યું છે કે, પોલીસ અને બુટલેગર દ્વારા ગોઠવણ કરીને ડમી રેડ કરીને ડમી તહોમતદારો ઊભા કરી રૂૂા.200/- થી રૂૂા.500/- આપી દારૂૂના સેવન કરનારા સામે કબ્જાના કેસ કરી પોલીસ પોતાની કામગીરી બતાવશે અને રેડની બાબતનો દેખાવ કરશે તે પણ આગામી દિવસોમાં આવશે ત્યારે આમ ના થાય અને મુખ્ય વ્યક્તિઓને જો પકડવામાં નહિ આવે તો કોંગ્રેસ દ્વારા ના-છુટકે જનતારેડ કરવી પડશે તેવું જણાવ્યું છે.