ધોરાજી પાલિકાને તત્કાલ સુપરસીડ કરવા કોંગ્રેસની માગણી
પાણી વિતરણમાં બેદરકારી: પગલા ન લેવાય તો આંદોલનની ચિમકી: કલેકટરને રજૂઆત
ધોરાજી નગરપાલિકાને તત્કાલ સુપરસીડ કરવાની માંગણી ઉઠાવી ધોરાજી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિનેશકુમાર વોરાએ આ અંગે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.આ અંગે તેઓએ જણાવેલ છે કે ધોરાજી નગરપાલિકા દ્વારા પાણી વિતરણ વ્યવહારમાં ગંભીર બેદરકારી દાખવેલ છે ધોરાજી ન.પા. દ્વારા લોકોને પીવા માટે આપવામાં આવતું પાણી દુષીત અને ગંદુ ગટરનું પાણી મળતુ હોય તેવું પાણી વિતરણ કરવામાં આવેલ છે જેને કારણે અનેક લોકો કોલેરાના ભરડામાં આવી ગયેલ છે. સરકારી તંત્ર મુકપ્રેક્ષક બની તપાસ કરી રહ્યું છે.
પરંતુ કોઈ નકકર કાર્યવાહી કરવામાં આવતી નથી તેમજ ચુંટાયેલ બોડી દ્વારા પણ કોઈ કાર્યવાહી કરવાને બદલે આશ્ર્વાસન આપવામાં આવે છે આવી ગંભીર માનવ જીંદગીને નુકશાન થાય તેવા કૃત્ય બદલ નગરપાલિકાની ચુંટાયેલ બોડીને બરખાસ્ત કરવી જરૂૂરી છે .ધોરાજી નગરપાલિકાને તત્કાલ સુપરસીડ કરવા માંગણી રખેને કોઈ મોટી દુર્ઘટના સર્જાય અને આવું ન પરીવા લાયક પાણી વિતરણ થતુ હોય લાખો લોકો કોલેરાના ભરડામાં સપડાય જાય તેવી ગંભીર સ્થિતિ હોય તાત્કાલીક નગરપાલિકાની ચૂંટાયેલ બોડીને બરખાસ્ત કરી વહીવટદાર શાસન લાવી જે વિસ્તાર કોલેરાગ્રસ્ત થયેલ છે તેઓને સારવાર અપાવી તાત્કાલીક ભયમુકત કરવામાં આવે તેવી તેઓએ માંગણી કરી છે. તેમજ જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી ઉઠાવી જણાવેલ છે કે આ અંગે પગલા ન લેવાય તો આંદોલન કરવાની ફરજ પડશે.
