ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ટેકાના ભાવે 200 મણ મગફળીની ખરીદી કરવા કોંગ્રેસની સરકારમાં માંગ

04:45 PM Sep 26, 2025 IST | Bhumika
Advertisement

રાજ્ય સરકાર દ્વારા દિવાળી બાદ ટેકના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે. જેમાં ખેડૂત પાસેથી સરેરાશ 68 મટની જ ખરીદી કરશે. જેવી ખેડૂતો મૂંઝવણમાં મૂકાયા છે આ વર્ષે મગફળીનું 60 લાખ હેક્ટરથી વધુ જમીનમાં વાવેતર કરવામાં આવ્યું છે. જેથી મોટાભાગના ખેડૂતો ખૂલ્લા બજારમાં વેચવા મજબૂર બન્યા છે. આ બાબતે કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદન પાઠવી 200 મણની ખરીદી કરવા માંગ કરી છે.

Advertisement

આ વર્ષે મગફળીનું પુષ્કળ ઉત્પાદન થયું હોવા છતાં કેન્દ્ર સરકાર દ્વારા માત્ર 12.67 લાખ ટન ખરીદી થવાની છે. આ મામલે રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિ અને ખેડૂત આગેવાન નિશિત ખુંટ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

આવેદનપત્રમાં જણાવાયું છે કે સરકાર દ્વારા ખેડૂત દીઠ સરેરાશ માત્ર 68 મણ મગફળી ટેકાના ભાવે ખરીદવામાં આવશે. આના કારણે ખેડૂતોને મોટું નુકસાન થશે. ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે સરકારે ટેકાના ભાવે 200 મણ મગફળી ખરીદવી જોઈએ. જો આ માંગણી નહિ સ્વીકારાય તો ઉપવાસ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

ગુજરાતમાં આ વર્ષે સારા વરસાદીને કારણે મગફળીનું પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થયેલ હોય અને અંદાજિત 70 લાખ ટન મગફળીનું ઉત્પાદન થવાની શકયતા છે તો બીજી તરફ બજારમાં નીચા ભાવને કારણે આ વર્ષે ખેડૂતો દ્વારા ઓનલાઇન પોર્ટલ મારફતે ગુજરાતમાં રેકોર્ડ બ્રેક 9.31 લાખ ખેડૂતો નોંધણી કરાવેલ છે જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા 12.67 લાખ ટન મગફળી ટેકાના ભાવે ગુજરાતમાંથી ખરીદ કરવામાં આવશે
તો આ કેન્દ્ર સરકાર દ્વારા ખરીદ કરવામાં આવતો મગફળીનો જથ્થો બધા ખેડૂતોને સરખા ભાગે ખરીદ કરવામાં આવે તો એક ખેડૂત પાસેથી સરેરાશ 68 મગફળી જ લઈ શકાય જે ગત વર્ષની સરખામણીએ ઘણો ઓછો છે.

જેમ સરકાર દ્વારા જીએસટી માં ઘટાડો કરીને વેપારીઓને ખુશ કર્યા તો શું ખેડૂતા દેશનું નાગરિક નથી તો એને પણ 200 મણ મગફળી લેવાની જાહેરાત કરી દિવાળી સ્વરૂૂપે ભેટ આપો. જો સરકાર દ્વારા 200 મણથી ઓછીથી ખરીદી કરવામાં આવશે તો આ બાબતે રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિ ગામડે ગામડે જઈને ખેડૂતોને જાગૃત કરીને સરકાર વિરોધમાં એક આંદોલન કરવામાં આવશે અને જરૂૂર જણાશે તો ઉપવાસ આંદોલન પણ કરશે

Tags :
CongressGroundnutgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement