હઝરત ગેબનશાહ પીર દરગાહ ટ્રસ્ટની ચૂંટણી જાહેર જનતા વચ્ચે કરવા કોંગ્રેસની માંગ
માઇનોરિટી વિભાગના ચેરમેનને પત્ર લખ્યો
રાજકોટ હઝરત ગેબનશાહ પીર દરગાહ શરીફ ટ્રસ્ટ બી/464, 1961 થી નોંધાયેલ ટ્રસ્ટ છે. જે ટ્રસ્ટમાં બંધારણ મુજબ જાહેર જનતાની વચ્ચે ચુંટણી કરવાની હોય તે કરવામાં આવતી નથી. તેની સામે યુનુસ જુણેજા એ મુસ્લીમ સમાજ વતી મુખ્યમંત્રીશ્રી કાયદાકીય વિભાગ તેમજ ગુજરાત રાજય વકફ બોર્ડનું ધ્યાન દોરવામાં આવેલ હોય 1992 થી હાજી બાબુ જાનમહમદ પ્રમુખ હતા તેમનુ અવસાન થતા ચુંટણી પ્રક્રિયા કરવામાં આવેલ નથી.સમાજના આગેવાનો, સામાજીક આગેવાનો તેમજ નમાઝી લોકોની મીટીંગ બોલાવીને ચુંટણી પ્રક્રિયા કરવાની હોય તેવુ ટ્રસ્ટના બંધારણ મુજબ કરવાની હોય તે મુજબ કરવામાં આવતી નથી. ટ્રસ્ટી ચુંટણી પ્રક્રિયા બાબતે હનન થઈ રહયુ હોય તેમજ આ ટ્રસ્ટની અંદર અઢળક ગેરવહીવટ તેમજ મોટા પાયે ભષ્ટ્રાચાર થઈ રહેલ હોય ટ્રસ્ટનો નિયમ પાંચ વર્ષે જાહેર જનતા વચ્ચે ચુંટણી કરવાનો નિયમ છે તે નિયમ પ્રમાણે કાર્ય કરવામાં આવતુ નથી.
ટ્રસ્ટમાં સારા વ્યવસ્થિત એજયુકેશન લોકો ટ્રસ્ટનુ કાર્યકાળ પારદર્શક સંભાળી શકે તેવા હોય તેવી માંગણીઓ કરવામાં આવેલ છે. દરેક સમાજના લોકો બહારથી દરગાહ શરીફે દર્શન કરવા આવતા હોય તેના ઉતારાની રૂૂમની અંદર તેમજ આરામ કરવાની તેમજ નાહવા ઘોવાની સગવડ હોવી જોઈએ તે બંધારણમાં નિયમ હોય તે મુજબ સગવડતા કરવામાં આવેલ ન હોય અને ટ્રસ્ટના નામે અઢળક ફંડફાળા કરતા હોય તે પણ બંધ કરવા જોઈએ.