For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

TRP કાંડ મામલે સી.પી કચેરીમાં કોંગ્રેસનું હલ્લાબોલ

05:53 PM May 21, 2025 IST | Bhumika
trp કાંડ મામલે સી પી કચેરીમાં કોંગ્રેસનું હલ્લાબોલ

જવાબદારો સામે સ્થાનિક તંત્ર અને સરકાર લાજ કાઢતી હોવાના આક્ષેપ: ભાજપ અને પોલીસ કમિશરન હાય હાયના નારા લાગતા વાતાવરણ ઉગ્ર બન્યું: ન્યાયિક કાર્યવાહી કરવા માંગ

Advertisement

ટીઆરપી અગ્નિકાંડને એક વર્ષ વિતવા છતા પણ સંતોષકારક ન્યાયીક કાર્યવાહી નહીં કરતા કોંગ્રેસ દ્વારા આંદોલન શરૂ કર્યુ છે. જેમાં આજે પોલીસ કમિશનર કચેરીનો ધેરાવ કરવામાં આવ્યો હતો અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં સ્થાનિક તંત્ર અને સરકાર લાજ કાઢતી હોવાના આક્ષેપ સાથે ભાજપ અને રાજકોટ પોલીસ કમિશનર હાય હાયના નારા લગાવતા વાતાવરણ ઉગ્ર બન્યુ હતુ પોલીસ કમિશનરને આવેદન પાઠવી કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી.

આવેદનમાં જણાવ્યું છે કે, તત્કાલીન સમયે બે થી ત્રણ પોલીસ અધિકારીઓ સામે પગલા લેવાયા હતા એ પગલા કડકાઈથી લેવાયા ન હતા અને લાયસન્સ ની જવાબદારી હતી પરંતુ વગર લાયસન્સ ગેમ ઝોન ચાલી રહ્યો હતો. દરેક પોલીસ સ્ટેશન વાઈઝ ટીમ બનાવી આ પ્રકારના એકમોને તપાસ કરવામાં જે તે સમયે આવી નહોતી. આ ગેમ ઝોન જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતો હતો તે વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટરને જવાબદારી હોવા છતાં ગેમ ઝોન ગેરકાયદેસર રીતે ધમધમતો હતો. નિયમાનુસાર મંજૂરી હતી નહીં મંજૂરી છે કે નહીં તે અંગે પોલીસ દ્વારા જીણવટભરી તપાસ કરવામાં આવી નહોતી. આ ગેમઝોનમાં જવલનશીલ પદાર્થ પેટ્રોલ, ડીઝલ, ગેસના બાટલાઓ સંગ્રહ કરવામાં આવેલ છે કે કેમ અને તેની મંજૂરી હતી કે કેમ તે બાબતની તપાસ દિશાહીન બનાવવામાં આવી છે.

Advertisement

રાજકોટ મહાનગરપાલિકા રાજકોટ શહેર પોલીસ તંત્રના સંકલનના અભાવે આ ગોઝારી ઘટનાની તપાસમાં ફિંડલુ વળી ગયું હોય એવું માગે છે અને પોલીસે તપાસનું ઠીકરું રાજકોટ મહાનગરપાલિકા ઉપર ફોડી દીધું હોય એવું લાગી રહ્યું છે.

ગેમ ઝોનમાં અગ્નિકાંડ ના પિડીતો ને ન્યાય અપાવવા માટે આજે સતત બીજા દિવસે કાર્યક્રમમાં રાજકોટ શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણી અને રાજકોટ મહાનગરપાલિકા વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાની આગેવાની હેઠળ આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું.

ભ્રષ્ટાચાર અને ભાજપ વિરુદ્ધમાં ભારે સૂત્રોચ્ચાર સાથે પોલીસ કમિશનર કચેરી ગજવી મૂકી હતી આજના કાર્યક્રમમાં ડો. હેમાંગ ભાઇ વસાવડા, જશવંતસિંહ ભટ્ટી, ગાયત્રીબા અશોકસિહ વાઘેલા, યુનુસભાઈ જુણેજા, ડી પી મકવાણા, સંજયભાઈ અજુડીયા, જગદીશભાઈ ડોડીયા, યજ્ઞેશભાઇ દવે, ગૌરવભાઈ પુજારા, કેતનભાઇ તાળા, જગદીશભાઈ ડોડીયા, અજીતભાઈ વાંક, દીપ્તિબેન સોલંકી, બિંદીયાબેન તન્ના, માવજીભાઈ રાખશીયા, બીપીનભાઇ રાઠોડ, દિલીપભાઈ આસવાણી, રાજુભાઈ ચાવડીયા, નયનાબા જાડેજા, દીપુબેન રવૈયા, જયાબેન ચૌહાણ, પુનમબેન રાજપૂત, પ્રવીણભાઈ કાકડીયા, મનીષાબા વાળા, જયાબેન ટાંક, ગજેન્દ્રસિંહ ઝાલા સહિતના આગેવાનો કાર્ય કરો એ હાજરી આપી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement