ભાંગી પડેલા હાઇવેના મુદ્દે કલેકટર કચેરીમાં કોંગ્રેસનો હલ્લાબોલ
ભાજપ સરકાર ચોર હૈ, રોડ નહીં તો ટોલ નહીં સહિતના ઉગ્ર સૂત્રોચ્ચાર, કેન્દ્રીય મંત્રીના નામના બદલે ગડ્ડા-કરીના પોસ્ટર દર્શાવ્યા : કાર્યકરોએ હાથ, પગ અને માથામાં પાટા બંધી વિરોધ પ્રદર્શન કર્યુ: હાઇ લેવલની કમિટી બનાવી વહેલી તકે રોડની કામગીરી પૂર્ણ કરવા કલેકટરને આવેદન
રાજકોટ-જેતપુર હાઇવે મુદે આજે કોંગ્રેસનાં વડગામનાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની આગેવાનીમા જનહિત હાઇવે હકક આંદોલન સમીતી દ્વારા રેલી કાઢી અને કલેકટર કચેરીનો ઘેરાવ કરવામા આવ્યો હતો જેમા કોંગ્રેસનાં નેતાઓએ હાથ-પગ, માથાનાં ભાગે પાટા બાંધી અને વાહન ચાલકોને પડતી હાલાકી દર્શાવી હતી ભાજપ સરકાર ચોર હે ના નારા લગાવી કેન્દ્રીય પરીવહન મંત્રી નિતિન ગડકરીનાં બદલે ગડ્ડા - કરી નામનાં પોસ્ટર દર્શવી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામા આવ્યુ હતુ.
રજુઆતમા જણાવ્યુ હતુ કે જિલ્લા હાઇવે રોડ સેફ્ટીના વડા તરીકે કલેક્ટરની ફરજ બને છે કે તેઓ તાત્કાલિક નિર્ણય લઈ NHAI , ટ્રાફિક પોલીસ વડા, પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટર અને ટોલ સંચાલન કરતી એજન્સી પર તેમની જવાબદારીઓ મુજબ કામગીરી ફિક્સ કરાવવી જોઈએ અને તાકીદે અસરકારક પગલાં લેવા માટે દબાણ બનાવી લોકોને સલામત માર્ગ વ્યવસ્થા પૂરી પડવું જોઈએ તેવી માંગ કરી હતી ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ મીડિયામા સરકાર પર પ્રહારો કરતા જણાવ્યુ હતું કે હવે માત્ર બેઠક નહિ, પ્રતિકાર્ય દેખાવુ જોઈએ અન્યથા જોયા જેવી થશે.
રજૂઆતમા જણાવ્યુ હતુ કે NH -27 પર હાલ જે સિક્સલેન હાઇવેની કામગીરી ચાલે છે તેના બિનમાપદંડવાળા માર્ગના કામથી દૈનિક 2-3 લાખ લોકોની કામગીરી ખોરવાઈ રહી છે..ટોલબૂથ પરથી કરોડોની વસુલાત છતાં રસ્તા ખાડાઓથી ભરેલા છે,ચોમાસામાં જીવલેણ સ્થિતિ ઉભી થઈ છે.NHAI , ટોલ સંચાલક, કોન્ટ્રાક્ટર અને ટ્રાફિક પોલીસની જવાબદારી નક્કી કરવી જોઈએ તે કેમ નથી તે મોટો સવાલ છે.માર્ગ બાંધકામ વિસ્તારની સલામતી માટે આવશ્યક એવા સંકેતફળક (સાઇનબોર્ડ), લાઇટિંગ વ્યવસ્થા, બેરિકેડિંગ (અડચણ રૂૂપરેખાઓ), રસ્તા ફેરવવાના નિર્દેશો અને રિફ્લેક્ટર જેવી સાવચેતીની વ્યવસ્થાઓ ક્યાંય જોવા મળતી નથી. છીહય 6(3) મુજબ કામ પૂર્ણ થયા વિના ટોલ વસૂલાત બંધ હોવી જોઈએ, પણ અહિં નિયમોના ઘોર ભંગ થઈ રહ્યા છે. હાઇવે ઓથોરિટી, કોન્ટ્રેક્ટર અને તંત્ર દ્વારા રોડ સેફ્ટીનુ મેન્યુઅલનુ પાલન કરાતું નથી તેવા ગંભીર બેદરકારી ધરાવતા આક્ષેપો આગેવાનોએ તંત્ર પર કર્યા હતા.
માત્ર 35 કિ.મી.ના અંતરે બે ટોલબૂથ કાર્યરત છે,જે માર્ગ અને પરિવહન મંત્રાલયના નિયમોનો ખુલ્લો ભંગ છે.બે ટોલબૂથની મળીને અંદાજિત વાર્ષિક આવક રૂૂ. 140 કરોડથી વધુ તેમ છતાં માર્ગ દયનીય કેમ છે ? NHAI ના rule 8 9 મુજબ અપૂર્ણ હાઇવે પર ટોલ વસૂલાત શક્ય નથી છતાં વસૂલાત કેમ ચાલુ છે ? તંત્રની બેદરકારીથી અવારનવારના અકસ્માતોમાં અનેક નિર્દોષો પ્રાણ ગુમાવી ચૂક્યા છે તેના જિમ્મેદાર કોણ ? દરરોજના ટ્રાફિક જામથી વાહનચાલકોના સમયનો અને ઈંધણનો વ્યર્થ તેમજ વાહનને થતી નુકસાનની ભરપાઈ કોણ કરશે ? તેવા વેધક સવાલો કર્યા હતા.
આ કાર્યક્રમમા કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી,લાલજી દેસાઈ,ગાયત્રીબા વાઘેલા,પાલ આંબલીયા તેમજ આ સમિતિના ક્ધવીનરો અશોકસિંહ વાઘેલા,રોહિત રાજપુત,ધરમ કાંબલિયા,સંજય અજુડીયા,અજીત વાંક,વિજયસિંહ જાડેજા ,અંકિત સોંદરવા સહિત શહેર અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજદીપસિંહ જાડેજા,હિતેશ વોરા,તેમજ ડીપી મકવાણા, નયનાબા જાડેજા,રણજીત મુંધવા,ઠાકરશી ગજેરા,મથુર માલવી,કેતન તાળા,દીપુ રવિયા,જીત સોની,અમિત ચૌધરી,યશ ભિંડારો,રોનક રવૈયા,હેત પટેલ સહિત આગેવાનો અને મોટી સંખ્યમાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
કલેક્ટર સમક્ષ કરેલી માંગ
1. હાઇવેનું 100% કાર્ય પૂરું ન થાય ત્યાં સુધી ટોલ વસૂલાત તાત્કાલિક બંધ કરાય અને બિસ્માર વૈકલ્પિક માર્ગની મરામત તાકીદે કરવામા આવે
2. ખોટી વસૂલાત માટે ટોલ સંચાલકો સામે કાયદેસર કાર્યવાહી થાય.
3. બે ટોલ પ્લાઝા વચ્ચેના અંતરના નિયમો મુજબ સમીક્ષા કરવામાં આવે.
4. ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે ટ્રાફિક પોલીસ, કોન્ટ્રાક્ટર અને NHAI વચ્ચે સંકલિત કામગીરી થાય.
5. Work Zone માટે IRC-SP 55:2014 મુજબ ડાયવર્ઝન માર્ગ બનાવવામાં આવે.
6. બિનકાયદેસર દબાણ દૂર કરવા તાત્કાલિક કાર્યવાહી થાય.
7. અકસ્માતગ્રસ્તો માટે તાત્કાલિક એમ્બ્યુલન્સ, મેડિકલ સહાય અને વળતર યોજના અમલમાં મુકવામાં આવે.
8. માલવાહક અને સામાન્ય વાહનો માટે વિકલ્પરૂૂપ સ્મૂથ રૂૂટ બનાવવામાં આવે.
9. ટોલ વસૂલાત માટે કયા કરાર હેઠળ, કઈ તારીખથી અને કેટલા સમય માટે મંજૂરી આપવામાં આવી છે તેનો જાહેર ખુલાસો થાય.
વડાપ્રધાનનો રોડ-શો કરાવો તાત્કાલિક રસ્તો બની જશે: ધારાસભ્ય મેવાણી
જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે રાજકોટ જેતપુર સીકસ લેન હાઇવે ઉપરથી દરરોજ નીકળતા અઢી લાખ વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે ખાસ કરીને એમ્બ્યુલન્સ તેમાં ફસાઈ જતાં દર્દીઓ જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાય છે અને અનેકના મૃત્યુ પણ થયા છે. આ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એટલું જ કહેવાનું કે એક વખત રાજકોટ-જેતપુર વચ્ચે રોડ શો યોજે તો આ હાઇવેનું કામ તુરંત થઈ જશે. આજે કલેકટર કચેરીનો ઘેરાવ કરવામાં આવી રહ્યો છે. જેમાં અમારી એક જ માગ છે કે રોડ નહીં તો ટોલ નહીં. ટોલ પ્લાઝા ઉપર 150 કરોડ વર્ષે વસુલીયા બાદ પણ નેશનલ હાઇવે ઓથોરિટીના પેટનું પાણી હલયું નથી. ત્યારે રાજકોટ કલેકટર ડો. ઓમ પ્રકાશ દ્વારા હાઈ લેવલની કમિટી બનાવવામાં આવે અને આ હાઇવેનું કામ વહેલી તકે પૂર્ણ થાય તેવી માગણી કરવામા આવી છે.