દ્વારકામાં લારી-ગલ્લાવાળાના સમર્થનમાં આવી કોંગ્રેસ
દ્વારકાના ભીડભાડવાળા રોડ રસ્તા પરથી લારી-ગલ્લા તથા પાથરણાવાળાઓને નગરપાલીકા દ્વારા હટાવાયા બાદ આશરે 12 દિવસથી લારી-ગલ્લા અને પાથરણાવાળા વિગેરે નાનો વ્યવસાય કરનારાઓ દ્વારા પ્રાંત કચેરી સામે આંદોલન કરવામાં આવી રહ્યું છે.
ગઈકાલે સોમવારે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી તથા લાલજીભાઈ દેસાઈ તેમજ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પાલભાઈ આંબલિયા સહિતના આગેવાનોએ આજરોજ દ્વારકા પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારીની રૂૂબરૂૂ મુલાકાત લઈ વેપારીઓના પ્રશ્ને રજૂઆત કરી હતી.
કોંગ્રેસના આગેવાનો દ્વારા લારી ગલ્લાવાળાઓના પ્રશ્ન પ્રાંત કચેરીએ કરેલ રજૂઆત બાદ પ્રાંત અધિકારી અમોલ આવટેએ હકારાત્મક અભિગમ સાથે આ મામલે નગરપાલીકાને જણાવી લારી-ગલ્લાવાળાઓ માટે વૈકલ્પિક જગ્યાની ફાળવણી કરાય અને તેમના ધંધા રોજગાર પુન: ચાલુ કરી શકાય તે માટે જણાવશે તેવી ખાત્રી આપતાં લારી-ગલ્લાવાળાઓ તથા નાના વેપારીઓમાં આશાવાદ જોવા મળ્યો હતો.