માણાવદરના સરદારગઢમાં ગૌચરની જમીન પર બુલડોઝર ફર્યું
11:51 AM Jul 08, 2025 IST | Bhumika
માણાવદર તાલુકાના સરદારગઢ ગામે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જુનાગઢ જિલ્લામાં ઘણા સમયથી ગૌચર અને પેશકદમીની જમીન ઉપર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. ત્યારે માણાવદરના સરદારગઢ ખાતે ગૌચરની જમીનો પરથી દબાણો દૂર કરાવ્યા હતા.
Advertisement
કલેક્ટરની સુચના અને વંથલી પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ માણાવદર મામલતદાર મહેશભાઇ શુક્લ અને ટીમ તેમજ સરદારગઢના સરપંચ મનોજભાઈ ત્રાંબડીયા અને તલાટી કમ મંત્રી દ્વારા સરદારગઢ ગામ ખાતે અંદાજે 8 જેટલા ગૌચર સર્વે નંબર 286 અને 288 માં કુલ 8 જેટલા દુકાનદારોના ડિમોલેશન કરવામાં આવ્યા છે ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો..
Advertisement
Advertisement