વિસાવદર-કડીમાં કોંગ્રેસ-ભાજપની સાંઠગાંઠ
પેટાચૂંટણીમાં વિજય બાદ અરવિંદ કેજરીવાલ ફૂલ ફોર્મમા
ગુજરાતમાં યોજાયેલી તાજેતરની પેટાચૂંટણીના પરિણામો બાદ આમ આદમી પાર્ટી (અઅઙ)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, ભાજપ સાથે કોંગ્રેસ સેટિંગ કરે છે. કેજરીવાલે દાવો કર્યો કે ગુજરાતમાં હવે મુખ્ય મુકાબલો ભાજપ અને AAP વચ્ચે જ છે, અને કોંગ્રેસ ભાજપને મદદ કરી રહી છે.
અરવિંદ કેજરીવાલે ખાસ કરીને વિસાવદર અને કડી બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામોને ટાંકીને આક્ષેપ કર્યો કે, આ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સાંઠગાંઠ હતી. જોકે, તેમણે આ આરોપોના સમર્થનમાં કોઈ નક્કર પુરાવા રજૂ કર્યા નથી. કેજરીવાલે પોતાના દાવાને મજબૂત કરવા માટે 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોનો ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું કે, 2022ની ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 17 બેઠકો મળી હતી, જ્યારે AAP ને 5 બેઠકો પર વિજય મળ્યો હતો. આ આંકડાઓને ટાંકીને, તેમણે ગુજરાતમાં કોંગ્રેસના નબળા પડવાની અને AAP ના ઉદયની વાત કરી, જેના આધારે તેમણે ભાજપ અને AAP વચ્ચે જ સીધી ટક્કર હોવાનો દાવો કર્યો.
કેજરીવાલના આ નિવેદનો એવા સમયે આવ્યા છે જ્યારે AAP એ વિસાવદર બેઠક પર જીત મેળવી છે, જ્યારે કડી બેઠક ગુમાવી છે. આ આરોપો કોંગ્રેસ માટે એક નવો પડકાર ઊભો કરી શકે છે, કારણ કે AAP ગુજરાતમાં પોતાની રાજકીય જમીન મજબૂત કરવા માટે સતત પ્રયાસો કરી રહી છે અને કોંગ્રેસના સ્થાનને હડપવાનો પ્રયાસ કરી રહી છે. આ ઘટનાક્રમ ગુજરાતના રાજકારણમાં આગામી સમયમાં વધુ ગરમાવો લાવે તેવી શક્યતા છે.
કિરીટ પટેલની ગુલામી કરનારા અધિકારીઓ પ્રજાની માફી માંગે: ગોપાલ
વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનાં ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત થઈ છે. જુનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આપનાં ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત થઈ છે. ચૂંટણી વિજય બાદ ગોપાલ ઇટાલિયાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે અધિકારીઓને ચેતવણી આપી છે! વડાલી ખાતે યોજાયેલ સભામાં ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, અધિકારીઓ સુધરી જજો જેમણે પણ કિરીટ પટેલની ગુલામી કરી છે તે પ્રજાની માફી માગે.ગોપાલ ઇટાલિયાએ વધુમાં કહ્યું કે, જેમણે પણ મત આપ્યો છે અને નથી આપ્યો તમામને વંદન. જનતાને સંબોધિત કરતા કહ્યું કે, તમારી સામે સૌથી મોટો પડકાર હતો. પરંતુ, તમારા વિશ્વાસે મને જીત અપાવી છે. આ મારી નહીં તમારી જીત છે. વિસાવદરની જનતાએ અઅઙ પર ભરોસો મુક્યો તે બદલ આભાર. ઇશ્વર મને કામ કરવાની શક્તિ આપે. સભા પહેલા ગોપાલ ઇટાલિયાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, અઅઙ ના તમામ નેતા, કાર્યકરોએ ખૂબ જ મહેનત કરી છે. એક તરફ સત્તાનું અભિમાન હતું, દુ:ખી પ્રજાનાં આશીર્વાદ હતા. મારી યુવનાનો અપીલ છે કે આગળ આવો અને આત્મા જગાડો. આજથી ગુજરાતમાં ક્રાંતિનાં બીજ રોપાઈ ગયા છે.ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, વિસાવદરની ચૂંટણી એ માઈલસ્ટોન સમાન ચૂંટણી છે. સત્તા, પૈસા, દારૂૂ, ગુંડાઓની તાકાત સૌથી મોટી તાકાત નથી. આમ આદમીના સંકલ્પની તાકાત સૌથી મોટી તાકાત છે. તેમણે આગળ કહ્યું કે, ભગવાને પણ વરસાદ વરસાવી અમને આશીર્વાદ આપ્યા છે. મને જે મોટી જવાબદારી મળી છે, તેના માટે ભગવાન મને શક્તિ આપે.