મોરબી નંદીઘર ઘટનામાં વ્યાપક ભ્રષ્ટાચાર થયાના કોંગ્રેસનાં આક્ષેપ
મોરબી નગરપાલિકા દ્વારા પંચાસર રોડ પર બનાવેલ નંદીઘરમાં 1000 થી વધુ નંદીના મૃત્યુ થયાના આક્ષેપો સાથે આજે શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાના જન્મદિવસ પ્રસંગે જીલ્લા કોંગ્રેસ દ્વારા નંદીઘર ખાતે શાંતિ હવન કરવામાં આવ્યો હતો અને મૃત્યુ પામેલા નંદીના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરવામાં આવી હતી.
મોરબીના નંદીઘરમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો કરી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે નગરપાલિકાએ બનાવેલ નંદીઘરમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો છે કોંગ્રેસ જ નહિ તે સમયના ધારાસભ્ય અને હાલના મંત્રી કાંતિલાલ અમૃતિયાએ પણ કહ્યું હતું ભ્રષ્ટાચાર થયો છે અને તપાસ થવી જોઈએ દોઢ વર્ષથી કોંગ્રેસ લડત આપી રહ્યું છે છતાં ન્યાય મળ્યો નથી અંદાજીત 1000 થી વધુ નંદીના મૃત્યુ થયા છે અને દાટી દેવામાં આવ્યા છે જેથી મૃત્યુ પામેલા નંદીના આત્માની શાંતિ અર્થે શાંતિ હવન કર્યો હતો. જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ પ્રહારો કરતા જણાવ્યું હતું કે નંદી ઘરમાં ભ્રષ્ટાચાર થયો છે અને ભ્રષ્ટાચારને કારણે નંદીના મૃત્યુ થયા છે માટે આજે શાંતિ હવન કર્યો હતો જે અંગે ધારાસભ્યએ કાઈ કર્યું નથી આવનાર દિવસોમાં તપાસ નહિ થાય અને ન્યાય નહિ મળે તો જેસીબી લઈને અવશેષો બહાર કાઢવામાં આવશે અને જવાબદારો સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.