પ્રદૂષણ ઓકતાં છકડાચાલકોને પોલીસ હેરાન કરતી હોવાની કોંગ્રેસની રજૂઆત
શહેરમાં પ્રદૂષણ ઓકતા અને અવાજ પ્રદૂષણ ફેલાવતા છકડા રિક્ષા સામે ટ્રાફિક પોલીસે હાથ ધરેલી ઝુંબેશમાં 351 છકડા રીક્ષાને ડીટેઈન કરતા છકડા રીક્ષા ચાલકો પોલીસની કાર્યવાહી અંગે કોંગ્ર3ેસ કાર્યાલયે રજૂઆત કરવા ગયા હતા શહેરોમાં ટ3ાફિક સમસ્યા ઉકેલવાના બદલે ટ્રાફિક ન્યુસન્સ ફેલાવતા છકડા રિક્ષાની તરફેણમાં કોંગ્રેસે અધિક પોલીસ કમિશનરને રજૂઆત કરતા આ મુદ્દે ભારે ચર્ચા જાગી છે.
શહેરમાં માણસોની જીંદગી જોખમાય તે રીતે ભયજનક રીતે છકડો રીક્ષા ચાલકો રીક્ષા ચલાવતા હોય તેમજ ધ્વનિ અને હવામાં પ્રદૂષણ ફેલાવતા હોય જેને લઈને ટ્રાફિક શાખા દ્વારા ઝુંબેશ હાથ ધરી ખાસ ડ્રાઈવ યોજી ટ્રાફિક નિયમનો ભંગ ઉપરાંત લોકોના આરોગ્યને નુક્સાન પહોંચાડનાર 351 છકડો રિક્ષા ડીટેઈન કર્યા હતાં. છકડો રીક્ષા ચાલકો સામે ટ્રાફિક પોલીસે હાથ ધરેલી ઝુંબેશ બાદ છકડો રીક્ષા સંચાલક મંડળ આ મામલે કોંગ્રેસ કાર્યાલય ખાતે દોડી ગયું હતું. અને પોલીસ કાર્યવાહી અંગે રજૂઆત કરી હતી. કોંગ્રેસ દ્વારા પણ રાજકોટની જનતાના તરફેણમાં પોલીસની કામગીરીની તરફેણ કરવાને અને શહેરમાં ટ્રાફિક સમસ્યા ઉકેલવાને બદલે વધારે થાય તેવા મુદ્દે છકડો રીક્ષા ચાલકોની તરફેણ કરી અધિક પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી. કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી આ રજૂઆતે ભારે ચર્ચા જગાવી છે.
કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી કે, છેલ્લા એકાદ માસ રાજકોટ શહેરના ઉપરોક્ત વિસ્તારના પોલીસ મથકો અને ટ્રાફિક પોલીસ શાખા દ્વારા છકડો રીક્ષા ડીટેઇન કરી મોટા દંડ કરવામાં આવે છે અને ધંધા રોજગારી નાના માણસોની બંધ થાય તે પ્રકારની ખોટી કનડગત કરવામાં આવે છે શહેરમાં બેફામ રીતે દોડતા છકડો રીક્ષાને ખરેખર બંધ થાય તો શહેરમાં ટ્રાફિક સમસ્યા ઓછી થાય પરંતુ કોંગ્રેસની રજૂઆત કેટલા અંશે યોગ્ય છે.