સાવરકુંડલામાં કોંગો ફીવરનો કેસ નોંધાતા દોડધામ
અમરેલી જિલ્લામાં કોંગો ફીવર નો શંકાસ્પદ કેસ દેખાયો હોવાની માહિતીને આધારે અમરેલી જિલ્લા આરોગ્ય ની ટીમ ડો. એ.કે.સિંગ તેમજ સાવરકુંડલા આરોગ્યની ટીમ ડો.મીના માનવ મંદિરમાં પહોંચ્યા હતા અને અહીંની ગૌશાળા ના સેમ્પલો લેવાની તજવીજ હાથ ધરી હતી. થોડાક દિવસ પહેલા સાવરકુંડલા માનવ મંદિર આશ્રમમાં ચાલી રહેલ ગુરુકુળના એક વિદ્યાર્થીને તાવની અસર થતા તેમને પ્રથમ અમરેલી અને ત્યારબાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ.
જ્યાં કોંગો ફીવર ના શંકાસ્પદ સિમટન્સ દેખાતા તેમના સેમ્પલ લઇ પુના ખાતે મોકલવામાં આવ્યા છે અને ત્યાંથી અમરેલી ટીમને મેસેજ મળતા અમરેલીની આરોગ્ય વિભાગની ટીમ માનવ મંદિર આશ્રમે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે ડો. એ.કે.સિંગના જણાવ્યા મુજબ જો અહીં અન્ય વિદ્યાર્થીઓને તાવ ની અસર દેખાય તો તેમના પણ સેમ્પલ લેવામાં આવશે હાલ તો અહીંની ગૌશાળા ના સેમ્પલો કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત કોંગો ફેવર નામના શંકાસ્પદ કેસને લઈ આરોગ્યની ટીમ પણ સક્રિય થઈ છે ત્યારે સાવરકુંડલા પશુ દવાખાના વિભાગ દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવશે 12 વર્ષ પહેલા બાબરા તાલુકાના કરિયાણા ગામે આઠ જેટલા કોંગો ફીવરના કેસ નોંધાયા હતા અને સાવરકુંડલા લીલીયા ધારી સહિતના વિસ્તારમાં પણ કોંગો ફેવરના કેસ સામે આવ્યા હતા ત્યારે ફરી આ કેસ સામે આવતા અને આ કોંગો ફીવરની ગંભીરતાને લઈને આરોગ્ય વિભાગ દોડતું થયું છે.