જાહેર માર્ગો પર નડતરરૂપ 584 રેંકડી, કેબિન, બોર્ડ-બેનરો જપ્ત
મંજૂરી વગર મંડપ નાખતા રૂા.1.25 લાખનો ફટકારાયો દંડ
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ.04/10/2024 થી 08/10/2024 દરમ્યાન રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂૂપ એવા રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી- ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે. મવડી મેઈન રોડ,પુષ્કરધામ મેઈન રોડ,ભીમનગર મેઈન રોડ,રામાપીર ચોકડી, કોઠારીયા સોલવન્ટ, કોઠારીયા મેઈન રોડ,સાંઈબાબા સર્કલ, જ્યુબેલી માર્કેટ, જામનગર રોડ, ગુંદાવાડી, ગાયત્રીનગર મેઈન રોડ પાસેથી રસ્તા પર નડતર રૂૂપ 48 રેકડી/કેબીન જપ્ત કરવામાં આવી હતી.
રૈયાધાર, જ્યોતિનગર,નાણાવટી ચોક,પંચાયત ચોક,ગોવિંદબાગ,નાના મૌવા મેઈન રોડ,પારેવડી ચોક,પાંજરાપોળ હોકર્સ ઝોન,પેડક રોડ,કુવાડવા રોડ,આનંદબંગલા ચોક ,અર્ટીકા,રવિરત્ન પાર્ક ,જામનગર રોડ,કોર્ટ ચોક,ગાયાત્રીનગર,હોસ્પિટલ ચોકડી પરથી જુદીજુદી અન્ય 157 પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવેલ. જંક્શન રોડ,જ્યુબેલી,પંચાયત ચોક,રામાપીર ચોકડી,પુષ્કરધામ મેઈન રોડ,માધાપર રિંગ રોડ,લક્ષ્મિનગર નાલા પાસેથી 809 કિલો શાકભાજી/ફળ જપ્ત કરવામાં આવેલ.
કોઠારીયા રોડ, સંતકબીર રોડ,પુષ્કરધામ મેઈન રોડ,નાણાવટી ચોક,રૈયા રોડ, મવડી વિસ્તાર, સ્વામીનારાયાણ ચોક પરથી રૂૂ.83,000/- મંડપ કમાન છાજલી ભાડુ વસુલ કરવામાં આવેલ છે. સંતકબીર રોડ,ધરાર માર્કેટ,કોઠારીયા રોડ,મોરબી રોડ,ભાવનગર રોડ,કુવાડવા રોડ 80ફુટ રોડ,અર્ટિકા ફાટક,જામનગર રોડ,ટાગોર રોડ,આનંદબંગલા ચોક,મવડી મેઈન રોડ,આહિર ચોક પરથી રૂૂ.42,300/- વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. કાલાવડ રોડ,યુનિ. રોડ , ચોક સુધી,સાધુવાસવાણી રોડ, કોઠારીયા રોડ, સંતકબીર રોડ,પેડક રોડ,ભાવનગર રોડ, ઢેબર રોડ,જામનગર રોડ,ટાગોર રોડ,રેસકોર્ષ રિંગરોડ, પરથી 536 બોર્ડ-બેનર જપ્ત કરેલા છે.