રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જામનગર-દેવભૂમિ દ્વારકા લોકસભા વિસ્તારમાં સાંસદ ખેલ મહોત્સવનું સમાપન

12:17 PM Mar 12, 2024 IST | Bhumika
Advertisement

દેશમાં રમતોનો આધારભૂત ઢાંચો મજબુત બને, આપણા ખેલાડીઓનું મનોબળ વધે તેમજ રમતગમત ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન કરે અને તંદુરસ્ત, સ્વસ્થ જીવનશૈલી વિશે જાગૃત બને તેવા ઉદ્દેશથી સશક્ત યુવા પેઢીના નિર્માણની દિશામાં પ્રેરક પગલાના ભાગરૃપે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સાંસદ ખેલ મહોત્સવના આયોજન માટે થયેલા આહવાનને અનુરૃપ 1ર જામનગર-દ્વારકા લોકસભા વિસ્તારના લોકો માટે હાલારના સાંસદ પૂનમબેન માડમ દ્વારા સાંસદ ખેલ મહોત્સવ-ર0ર4 નું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો આરંભ તા. ર8 જાન્યુઆરી ર0ર4 થી કરવામાં આવ્યો હતો, જેના કર્ટેન રેઈઝન કાર્યક્રમ વખતે પ્રથમ ચરણમાં રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયેલ હતું. જેમાં રેકોર્ડ બ્રેક 384 ક્રિકેટ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રામ ઈલેવન-જામનગર તથા દ્વારકેશ ઈલેવન ઓખા મંડળ વચ્ચે રસાકસી ભર્યા ફાયનલ મેચમાં દ્વારકેશ ઈલેવન (ઓખામંડળ) ચેમ્પિયન બની હતી.

Advertisement

બીજા ચરણમાં ઓલમ્પીકસની રમતો એથલેટીકસ, વોલીબોલ, કબ્બડી, ખો-ખો તથા પરંપરાગત રમતો રસ્સા, કોથળા દોડ, નારગોલ, લીંબુ-ચમચી અને સંગીત ખુરશી જેવી રમતો-અલગ અલગ વય જૂથના પુરૃષ-મહિલા વિભાગની રમતો ગ્રામ્ય તાલુકા ઝોન કક્ષાએ તા. ર માર્ચના સીસદરમાંથી તાલુકા કક્ષાની રમતોનો આરંભ સાંસદ પૂનમબેન માડમના હસ્તે કરાયો હતો, જેની વિજેતા ટીમો વચ્ચે ફાઈનલ મેચો જામનગર પ્રદર્શન ગ્રાઉન્ડમાં રમાઈ હતી.

આ સમગ્ર ખેલ મહોત્સવમાં 8ર,000 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધેલ હતો, જેમાં મહિલા વિભાગમાં 39પ અને પુરૃષ વિભાગમાં 370 મળી કુલ 76પ સ્પર્ધકો વિજેતાઓ બન્યા હતાં. તેઓને ટ્રોફી, સર્ટીફિકેટ એનાયત કરાયેલ હતાં.જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં ભવ્ય સમાપન સમારોહ સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામાં યોજાયેલ હતો, આ કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ બોલીવુડ અભિનેત્રી ફિટનેસ આઈકોન દિશા પટણી, લોક ગાયક જીગરદાન ગઢવી તથા બ્રીજરાજદાન ગઢવીની વિશેષ ઉપસ્થિતિમાં 1પ0 થી વધુ કલાકારોનો રંગારંગ કાર્યક્રમ, લાઈટ શો અને ભવ્ય આતશબાજી સાથે ઐતિહાસિક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. અભિનેત્રી દિશા પટણીને દ્વારકાધીશજીની તસ્વીર ભેટ આપીને સંસદસભ્ય પૂનમબેન માડમ દ્વારા સ્વાગત-સન્માન કરાયું હતું.

આ કાર્યક્રમમાં રાજ્યના વન પર્યાવરણ વિભાગના કેબીનેટ મંત્રી મૂળુભાઈ બેરા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી અને મેઘજીભાઈ ચાવડા, પૂર્વ મંત્રી આર.સી.ફળુ અને શ્રીમતી વસુબેન ત્રિવેદી, પૂર્વ ધારાસભ્યો બ્રિજરાજસિંહ જાડેજા અને લાલજીભાઈ સોલંકી, મેયર વિનોદભાઈ ખીમસુર્યા, જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ મેયબેન ગરસર, ખંભાળીયા નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણી, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા અને મયુરભાઈ ગઢવી, શીપીંગયાર્ડ ડાયરેકટર હસમુખભાઈ હિંડોચા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, જાડાના પૂર્વ ચેરમેન દિલિપસિંહ ચુડાસમા, જિલ્લા પંચાયત પૂર્વ અધ્યક્ષ ધરમશીભાઈ ચનીયારા અને પાલભાઈ કરમુર, જામનગર માર્કેટીંગ યાર્ડ ચેરમેન પ્રવિણસિંહ ઝાલા, જિલ્લા સહકારી બેંકના ચેરમેન જીતુભાઈ લાલ, પૂર્વ મેયરો બીનાબેન કોઠારી, હસમુખભાઈ જેઠવા, દિનેશભાઈ પટેલ અને પ્રતિભાબેન કનખરા, જિલ્લા પૂર્વપ્રમુખો હિતેનભાઈ ભટ્ટ, મુકેશભાઈ દાસાણી, અશોકભાઈ નંદા, દૂધસંઘના ચેરમેન કાંતિભાઈ ગઢિયા, ભાજપા શહેર અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સંગઠન મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, પ્રવિણસિંહ જાડેજા, વિજયસિંહ જેઠવા, પ્રકાશભાઈ બાંભણીયા, રસિકભાઈ નકુમ, યુવરાજસિંહ વાઢેર, પૂર્વ મહામંત્રી વિનોદભાઈ ભંડેરી, પ્રદેશયુવા ઉપપ્રમુખ હરેન્દ્રસિંહ ગોહિલ, ખંભાળીયા શહેર અધ્યક્ષ અનિલભાઈ તન્ના, તાલુકા પંચાયત જામનગર પ્રમુખ કાંતિભાઈ દુધાગરા, લાલપુર પ્રમુખ દિલીપસિંહ જાડેજા અને ખંભાળીયા પ્રમુખ ઘનશ્યામસિંહ જાડેજા, વિવિધ એસોસિએશનો અને સમાજોના હોદ્દેદારો મનસુખભાઈ રાબડીયા, માવજીભાઈ નકુમ, લાખાભાઈ કેશવાલા, દિનેશભાઈ ડાંગરિયા, જમનભાઈ તારપરા, ગાંડુબાપા ડાંગરિયા, તુલસીભાઈ ગજેરા, સી.આર. જાડેજા, મૂળુભાઈ કંડોરિયા, વી.ડી. મોરી, કિરીટભાઈ મહેતા, દેવુભાઈ ગઢવી, ભરતભાઈ દલસાણીયા, મુકુન્દભાઈ સભાયા, સંજયભાઈ ડાંગરિયા, મસરીભાઈ નંદાણીયા, સમીરભાઈ શુકલા, મગનભાઈ ભોજાણી, સુરેશભાઈ વસરા, જિલ્લા પંચાયત સદસ્યો વિનુભાઈ વાડોદરિયા, સુરુભા જાડેજા, લગધીરસિંહ જાડેજા, હર્ષદીપભાઈ સુતરીયા, હિતેશભાઈ પીંડારિયા, જગાભાઈ ચાવડા તેમજ જામનગર મહાનગરપાલિકાના કોર્પોરેટરો, વિવિધ તાલુકા પંચાયતના સદસ્યો, સરપંચો અને એસ.એ.જી. કોચ ડો. રાણા, જિલ્લા રમત વિકાસ અધિકારી રમાબેન મદ્રા, વિવિધ રમતના કોચ રેફ્રીઓ, પી.ટી. ટીચર, ખેલાડી ભાઈ-બહેનો અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધનમાં સંસદસભ્ય પૂનમબેન માડમે વંદેભારત ટ્રેન ઓખા સુધી લંબાવવામાં આવી હોવાની જાહેરાત કરી હતી.

Tags :
Dwarkadwarka newsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement