ઈન્ટરનેટના ડખાથી શાળાઓમાં કોમ્પ્યુટર ધૂળધાણી
નિષ્ણાત શિક્ષકો અને નેટની અસુવિધાથી વિદ્યાર્થીઓ ટેક્નોલોજીનું જ્ઞાન મેળવવાથી વંચિત
છેવાડાના વિસ્તાર સુધીની શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓને અદ્યતન ટેક્નોલોજીના માધ્યમથી ગુણવત્તા સભર શિક્ષણ મળે તે માટે આયોજન કરવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા શાળાઓમાં કોમ્પ્યુટરની સુવિધા આપવામાં આવી છે. પરંતુ આ એસજીના ચુગામાં છેવાડાના ગામડામાં ઈન્ટરનેટ નહીં પહોંચતા કોમ્પ્યુટર લેબમાં ધૂળધાણી થતાં હોવાની રાવ રાજ્યભરમાં ઉઠી છે.
મળતી માહિતી મુજબ રાજ્યમાં 2018 સરકારી અને 1406 ખાનગી એમ 3,424 શાળાઓમાં કોમ્પ્યુટર સુવિધા છે પરંતુ ઇન્ટરનેટ સુવિધાનો અભાવ છે. રાજ્યમાં 34,699 સરકારી શાળાઓમાંથી અંદાજે 32,681 જેટલી શાળાઓમાં ઈન્ટરનેટ સુવિધા ઉપલબ્ધ છે. જયારે ખાનગી શાળાઓની વાત કરીએ તો કુલ સંખ્યા 13,559 છે, જે પૈકી 12,153 શાળાઓમાં ઈન્ટરનેટ સુવિધા છે. આમ, ટકાવારીની રીતે જોઈએ તો સરકારી શાળાઓમાં 94 ટકા અને ખાનગી શાળાઓમાં 90 ટકા જેટલી શાળાઓમાં ઇન્ટરનેટ સુવિધા ઉપલબ્ધ છે.
કેન્દ્ર સરકાર દ્વારા સરકારી શાળામાં અપાતી સુવિધાને લઈને આંકડા રજૂ કરાયા હતા. પરંતુ ગુજરાતની શાળાઓમાં ઇન્ટરનેટ સુવિધા ના હોવાના કારણે વિદ્યાર્થીઓ કોમ્પ્યુટરના ઉપયોગથી વંચિત છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને ભણાવવા માટે કોમ્પ્યુટર શિક્ષકો પણ ના હોવાના આક્ષેપ થયા છે. વિદ્યાર્થીઓ વિવિધ યોજનાઓમાં ઓનલાઈન પ્રક્રિયા કરવી હોય તેવી સ્થિતિમાં ઈન્ટરનેટ અને કોમ્પ્યુટર જરૂૂરી છે.
વિદ્યાર્થીઓના વિકાસ માટે શાળાઓમાં કોમ્પ્યુટર ઉપલબ્ધ કરવામાં આવ્યા. અત્યારે ટેકનોલોજીનો જમાનો છે ત્યારે આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓ પણ ટેકનોલોજીનો ઉપયોગ કરી પોતાની કારર્કિદી બનાવી શકે માટે શાળાઓમાં કોમ્પ્યુટરની સવલત આપવામાં આવી. પરંતુ આજે કોમ્પ્યુટર સાથે ઈન્ટરનેટ પણ એટલી જરૂૂરિયાત બન્યુ છે. ઇન્ટરનેટ કનેકશન ના હોવાથી અનેક માહિતી મળવામાં મુશ્કેલીઓ થતી હોય છે. આજે ઇન્ટરનેટના માધ્યમથી દેશ અને દુનિયાની તાજેતરની માહિતીથી તમે માહિતગાર રહો છો.