વેરાવળમાં આધાર કાર્ડમાં સુધારા વધારામાં લાંચ લેતા કોમ્પ્યુટર ઓપરેટર ઝડપાયો
રૂા.100ની લાંચ લેતા એસીબીએ ઝડપી લીધો
વેરાવળના ડાભોર રોડ ઉપર સીએચસી આધાર કેન્દ્ર માં રૂૂા.100 થી 500 લાંચ લેવાતી હોવાની ફરિયાદ આવતા એસીબી દ્વારા છટકાનું આયોજન કરવામાં આવેલ જેમાં કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટરને રૂૂા.100 ની લાંચ લેતા ઝડપી લીધેલ છે.
આ અંગે એસીબી ના પી.આઈ ડી.આઈ.ગઢવી એ જણાવેલ કે, ખાનગી માહિતી મળેલ જેમાં ડાભોર રોડ ઉપર આવેલ સીએચસી આધાર કેન્દ્ર ઉપર અરજદારોને આધાર કાર્ડમાં સુધારા વધારા અથવા કોઈપણ કામગીરી માટે જાય તો સરકારે નક્કી કરેલ હોય તેના સિવાય ના રૂૂા.100 થી 500 લેવામાં આવતા હતા.
આ લાંચ ની રકમ ન આપે તો લાઈન માં ઉભા રખાવી વાંધા વચકા કાઢી અવાર-નવાર ધક્કા ખવડાવી અરજદારોને હેરાન પરેશાન કરવામાં આવતા હોય તેની ચોક્કસ માહિતી મળતા છટકા નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં નૈમિષભાઈ દિનેશચંદ્ર મહેતા કોમ્પ્યુટર ઓપરેટર કરાર આધારીત રૂૂા.100 લેતો પકડાય ગયેલ હતો જેથી એસીબીએ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.