મોરબીમાં નોટિસ બાદ પણ ફાયર સેફ્ટી ન મેળવતા કોમ્પલેક્ષ સીલ કર્યું
11:33 AM Aug 30, 2025 IST
|
Bhumika
Advertisement
મોરબીને મહાનગર પાલિકા બનાવ્યા બાદ ફાયર સેફટી સુવિધાઓ અંગે સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જેલ રોડ પર આવેલ કોમ્પ્લેક્ષમાં ફાયર સેફટી સુવિધાનો અભાવ હોવાથી નોટીસો આપ્યા બાદ પણ ફાયર સેફટી સુવિધાઓ ના મેળવતા આજે મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા કોમ્પ્લેક્ષ સીલ કરવામાં આવ્યું હતું.
મોરબી મહાનગરપાલિકા ફાયર વિભાગ દ્વારા જેલ રોડ પરના ગુરુકૃપા કોમ્પ્લેક્ષમાં ફાયર સેફટી સીસ્ટમ અંગે ત્રણ નોટીસ આપવામાં આવી હતી તેમજ ગત તા. 22 ટ્ણા રોજ સીલીંગ નોટીસ આપવામાં આવી હતી જેનો સમયગાળો આજે પૂર્ણ થતા ફાયર વિભાગ ટીમે કોમ્પ્લેક્ષને સીલ માર્યું હતું ફાયર સેફટી સુવિધાનો અભાવ હોવાથી કોમ્પ્લેક્ષ સીલ કરવામાં આવ્યું છે અને ફાયર સેફટી સુવિધા નહિ રખાય ત્યાં સુધી કોમ્પેલ્ક્ષ સીલ જ રહેશે તેમ પણ તંત્રએ જણાવ્યું હતું.
Advertisement
Next Article
Advertisement