રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટ-અમદાવાદ હાઈવેનું કામ ઝડપથી પૂરું કરો: અધિક કલેક્ટર

05:01 PM Nov 16, 2024 IST | admin
Advertisement

ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ, વિવિધ પ્રશ્ર્નો અંગે ઝડપી કાર્યવાહી કરવા સંબંધિત વિભાગના અધિકારીઓને અપાયા આદેશ

Advertisement

રાજકોટ જિલ્લાની ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાયેલ નિવાસી અધિક કલેક્ટર ચેતન ગાંધીએ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી શહેરના વિવિધ પ્રશ્ર્નોના તેમજ રાજકોટ અમદાવાદ હાઈવેની કામગીરી અને અન્ય પ્રોજેક્ટ અંગે ચર્ચા હાથ ધરી રજૂ થયેલા વિવિધ પ્રશ્ર્નો અંગે ઝડપી કાર્યવાહી કરવા સબંધીત વિભાગના અધિકારીઓને આદેશ આપ્યા હતાં.

રાજકોટ જિલ્લાની નવેમ્બર માસની ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. કલેકટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકના પ્રારંભે નિવાસી અધિક કલેકટર ચેતન ગાંધીએ ઉપસ્થિતોને આવકારીને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. આ બેઠકમાં મેયર નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય દર્શિતાબેન શાહ અને રમેશભાઈ ટીલાળા, સંસદસભ્ય રામભાઇ મોકરીયા તથા જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણીએ રજુ કરેલા વિવિધ પ્રશ્નો અંગે ઝડપી કાર્યવાહી કરવા કલેક્ટરએ સંબંધિત વિભાગના અધિકારીઓને આદેશ આપ્યા હતા. શહેરના વિવિધ વિસ્તારોના હેકર્સ ઝોન અને સર્વિસ રોડ, આજી રીવર ફ્રન્ટ, એઈમ્સ, રાજકોટ અમદાવાદ હાઇવેની કામગીરી, વાહનોની અનધિકૃત હાઈ વોલ્ટેજ લાઈટસ, અટલ સરોવરમાં બોટીંગ અને રાઈડઝ શરૂૂ કરવા, જયુબિલી ગાર્ડન રી-ડેવલપમેન્ટ, વોટસન મ્યુઝિયમ અને શ્રી અરવિંદ મણિયાર હોલના રીનોવેશન, વગેરે બાબતો અંગે આ બેઠકમાં ઉપસ્થિત મહાનુભાવોએ રજૂઆત કરી હતી.

જે અંગે સત્વરે કાર્યવાહી કરવા કલેક્ટરએ સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. આ બેઠકમાં પોપટપરા નાલામાં વરસાદી પાણીના નિકાલની સમસ્યા, જયુબિલી શાક માર્કેટના નવીનીકરણ, સિવિલ હોસ્પિટલના બર્ન્સ વોર્ડ, ઝનાના હોસ્પિટલમાં વરસાદી પાણીની સંગ્રહ વ્યવસ્થા, વગેરે બાબતો પર વિગતવાર વિચારણા થઈ હતી. જલશક્તિ અભિયાન, વોટરશેડ યોજના, રેઈન વોટર હાર્વેસ્ટીંગ, નેશનલ મેરીટ કમ મીન્સ સ્કોલરશીપ યોજના, ઈ આધાર કે.વાય.સી. વગેરે અંગે આ બેઠકમાં સવિસ્તર ચર્ચા કરવામાં આવી હતી. તથા આ યોજનાઓના અમલીકરણ બાબતે વિશેષત: ગ્રામ્ય વિસ્તારોમાં સત્વરે આયોજન ઘડવા પર કલેક્ટરએ ભાર મૂક્યો હતો.

આ બેઠકમાં જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ભાનુબેન બાબરીયા, જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગવ્હાણે, ડી.સી.પી.શ્રી પુજા યાદવ, રૂૂડાના ચેરમેન ગૌતમ મિયાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એ.કે.વસ્તાણી, પી.ડી.યુ. હોસ્પિટલના ડીન ડો.મોનાલી માંકડીયા, પ્રાંત અધિકારીઓ ચાંદની પરમાર, રાહુલ ગમારા, ગ્રીષ્મા રાઠવા, વિમલ ચક્રવર્તી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈલાબેન ગોહિલ, આયોજન અધિકારી નીતિન ટોપરાણી, પુરવઠા અધિકારી રાજેશ્રી વંગવાણી, નાયબ વન સંરક્ષક તુષાર પટેલ, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી કેતન ખપેડ, જિલ્લા શિક્ષણાધિકારી દિક્ષિત પટેલ, વિકસતી જાતિ વિભાગના નાયબ નિયામક આનંદબા ખાચર, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિતેશ દીહોરા સહિત ફરિયાદ અને સંકલન સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.

Tags :
Additional Collectorgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement