રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બસપોર્ટમાં ચાલતી લાલિયાવાડી અને અધિકારીઓના વર્તનની મુખ્યમંત્રીને ફરિયાદ

05:35 PM Dec 11, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રાજકોટ ડિવિઝન હેઠળ ના ગોંડલ એસ.ટી બસ સ્ટેશનની ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના સભ્યો દ્વારા તારીખ 31/8/2024 ના રોજ સાઇટ વિઝીટ કરતા પ્લેટફોર્મ 2,3,4 અને 5 પર ઢોર, કુતરા, આખલાઓ અડીંગો જમાવી પડ્યા પાથર્યા હતા. અને આંટાફેરા કરતા જોવા મળ્યા હતા. બસ સ્ટેશનની અંદર ઠેર ઠેર કચરાના ગંજ ખડકાયેલા જોવા મળ્યા હતા તત્કાલીન સમયે માવઠું થતાં પાણીના ખાબોચિયા ભરાયેલા હતા પંખાઓ બંધ હાલતમાં હોવાથી અને કેટલીક લાઇટો પણ બંધ હોવાથી અંધારપટ જેવી સ્થિતિ હતી બસ સ્ટેશનની અંદર ખાનગી વાહનો ની અવરજવર જોવા મળી હતી.

જે પગલે તત્કાલીન સમયે ગોંડલ એસ.ટી બસ સ્ટેશનમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મુસાફરોએ નોંધવાની પોથી (પરિશિષ્ટ અ) મુજબ ફરિયાદ નંબર 137689 થી લેખિત ફરિયાદ કરવામાં આવ્યા બાદ આખલાઓ અને કુતરાના પ્લેટફોર્મ પર ના ફોટાઓ સાથે વિભાગીય નિયામક, મુખ્યમંત્રી, વાહન વ્યવહાર મંત્રી, અને એસ.ટીના એમ.ડી ને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.

રજૂઆતને લાંબા સમય થવાને પગલે ગોંડલ ડેપો મેનેજર ને આ અંગે પૂછપરછ કરતા અમારે તમને ફરિયાદીને જવાબ આપવાનો ન હોય અમે જવાબ ડિવિઝનમાં આપી દીધો છે આ પ્રકારનું તોછડું વર્તન કર્યું હતું. આ અંગે ડિવિઝનના બાંધકામ વિભાગના નાયબ ઇજનેર અક્ષયકુમાર મહેતાને પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું કે ગોંડલ ડેપોમાં આ અંગે જવાબ માગવામાં આવેલ છે જવાબ મળશે એટલે આપને જવાબ કરાશે. ઉપરોક્ત બન્ને અધિકારીઓ દ્વારા ચલક ચલાણુ રમી ખો આપવામાં આવતા ડિસેમ્બર 2024 ના મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં ગોંડલ એસ.ટી બસ સ્ટેશનની બદતર હાલત અંગે તત્કાલીન સમયના સીસી કેમેરા ચેક કરી કેમેરાની ફૂટેજ મગાવી જવાબદારો સામે દંડનીય કાર્યવાહી કરવા જિલ્લા કલેકટર કચેરી ખાતેના દર માસના ચોથા ગુરુવારે ભરવામાં આવતા મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં રાવ કરવામાં આવી છે.

ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના સ્થાપક ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, મેઘજીભાઈ રાઠોડ, પટેલ નાગજીભાઈ વિરાણી, પૂર્વ ફોજી નટુભા ઝાલા, એડવોકેટ ભાવનાબેન વાઘેલા, સોની દીપકભાઈ રાણપરા, પ્રફુલાબેન ચૌહાણ, જયંતીભાઈ હિરપરા, જીગ્નેશભાઈ બોરડ ની સંયુક્ત યાદી જણાવેલ છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement