For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીના ખાખરાળા ગામે થયેલ જીરૂની ચોરીની ફરિયાદ નોંધાઈ

12:20 PM Nov 28, 2025 IST | Bhumika
મોરબીના ખાખરાળા ગામે થયેલ જીરૂની ચોરીની ફરિયાદ નોંધાઈ

ચાર મહિના પહેલા 150 મણ જીરૂની ચોરી થયેલ

Advertisement

ખાખરાળા ગામની સીમમાં શેડમાં રાખેલ 150 મણ જીરૂૂની ગત જુલાઈ માસમાં ચોરી થઇ હતી જે બનાવ મામલે ચાર મહિના બાદ ફરિયાદ નોંધી મોરબીની બહાદુર પોલીસે તપાસ ચલાવી છે.

મૂળ પીપળીયા હાલ મોરબીના શનાળા રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા હસમુખભાઈ લક્ષ્મણભાઈ કોઠીયા (ઉ.વ.55) અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 01-07-25 થી તા. 24-07-25 દરમિયાન મોરબી તાલુકાના ખાખરાળા ગામની સીમમાં ફરિયાદી હસમુખભાઈને જીરૂૂની નીપજ થઇ હતી અને જીરૂૂ રાખવાની સગવડ ના હોવાથી ભગવાનજીભાઈ ભવાનભાઈ સદાતીયાના ખાખરાળા ગામની સીમમા બંધ પડેલ વિષ્ણુ ઓઈલ મિલના શેડમાં 150 મણ જીરૂૂ રાખ્યું હતું જે 4.50 લાખની કિમતનું જીરૂૂ અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement