વગડિયા નજીક યુવકના આપઘાત પ્રકરણમાં ચોટીલા અને વિંછિયાના ત્રણ શખ્સો સામે ફરિયાદ
મૂળી તાલુકાનાં વગડીયા પાસે ચાર દિવસ પહેલા સોનગઢનાં યુવકે ટ્રેન નીચે પડતુ મૂકી મોતને વ્હાલું કરી લીધું હતું. પરિવાજનોએ કેટલાક યુવકોએ મારવાની ધમકી આપતા આ પગલુ ભર્યું હોવાથી મરવા મજબૂર કર્યાની 3 સામે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધ્યો છે.
મૂળી તાલુકામાં છેલ્લા એક અઠવાડીયામાં પાંચ જેટલા લોકોએ અલગ અલગ પ્રકારે આપધાત કરી મોતનું વ્હાલુ કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
ત્યારે ગત બુધવારે મોડી સાંજે વગડીયા નજીક સોનગઢ ગામે રહેતા ચિંતનભાઇ કાળીદાસભાઇ 21 વર્ષીય પુત્ર પારસ ગોંડલીયાએ ટ્રેન નીચે પડતુ મૂકી આપઘાત કરી લેતા સમગ્ર પરિવારમાં શોકનું મોઝુ ફરી વળ્યુ છે.
પોલીસે લાશનો કબજો લઇ પીએમ કરાવી અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.જેમાં મૃતક પારસનાં પિતાએ ફરિયાદ નોંધાવી હતી કે પારસને વિછીયાનાં અજમેર ગામનાં રાધેશ્યામભાઇ રવુભાઇ મેસવાણીયાની પુત્રી માનસી સાથે મનમેળ હોય અને બન્ને ફોન પર વાતો કરતા હોય જેથી જેની જાણ તેઓને થતા અજમેરનાં તુષાર ઉર્ફે ગોટી રાધેશ્યામ મેસવાણીયા ચોટીલાનાં શૈલેષભાઇ લાલદાસભાઇ દુધરેજીયા અને અજમેરનાં રાધેશ્યામ મેસવાણીયાએ પારસને માર મારવાની ધમકી આપતા પુત્રએ તેઓનાં ત્રાસથી આપધાત કરી લીધાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
