For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાણવડના યુવાન ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કરવા સબબ ત્રણ શખ્સો સામે ફરિયાદ

11:20 AM Mar 08, 2024 IST | Bhumika
ભાણવડના યુવાન ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કરવા સબબ ત્રણ શખ્સો સામે ફરિયાદ

Advertisement

ભાણવડ તાબેના કિલેશ્વર નેશ વિસ્તારમાં રહેતા જીવાભાઈ લખમણભાઈ ચાવડા નામના 46 વર્ષના રબારી યુવાનને રાણીવાવ નેશ વિસ્તારમાં રહેતા કારા નારણ ચાવડા, મેરુ નારણ ચાવડા અને ઘુમલી વિસ્તારમાં રહેતા રમેશ નારણ ચાવડા નામના ત્રણ શખ્સોએ એકસંપ કરી, બિભત્સ ગાળો કાઢી, લોખંડના પાઈપ તથા લાકડી વડે બેફામ માર મારીને ફ્રેકચર સહિતની ઈજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ભાણવડ પોલીસમાં નોંધાવવામાં આવી છે.

ફરિયાદી જીવાભાઈ રબારી સમાજના ભુવાઆતામાં શ્રદ્ધા ધરાવતા હોય અને આરોપીઓ શ્રદ્ધા ધરાવતા ન હોવાથી આ બાબતે થયેલી બોલાચાલીના કારણે ઉપરોક્ત બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.ભાણવડ પોલીસે જીવાભાઈ ચાવડાની ફરિયાદ પરથી ત્રણેય શખ્સો સામે આઈપીસી કલમ 323, 325, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement