મંદીના માહોલ વચ્ચે હીરા-રફની ખરીદી કર્યા બાદ 1.24 કરોડ ન ચૂકવનાર ત્રણ સામે ફરિયાદ
ભાવનગરના નિલમબાગ પોલીસે ગુનો નોંધ્યો
હીરા બજારમાં છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયતી મંદીનો માહોલ છે ત્યારે મંદીના માલો વચ્ચે ઉઠમણાના કિસ્સાઓ પણ બહાર આવી રહ્યાં હોય વેપારીઓમાં ભારે ડરનો માહોલ ફેલાયેલો છે ત્યારે તાજેતરમાં જ ઉઠમણના બે કિસ્સામાં ગુનો દાખલ કરવા માટે ડીેસપી સમક્ષ રજૂઆત કરવામાં આવ્યા બાદ નિલમબાગ પોલીસે આજે રૂૂા.1.24 કરોડની રકમ ન ચૂકવનારા ત્રણ આરોપી સામે પોલીસે વિશ્વાસઘાત સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે આ ગુનેગારો સામે વધુ તપાસ હાથ ધરી છે.
છગનભાઇ મોહનભાઇ માંડાણી (રહે.કોબડી, તા.ભાવનગર)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મહેશ મકોડભાઇ ઘેવરીયા, પ્રદીપ મકોડભાઇ ઘેવરીયા અને મકોડ મોહનભાઇ ઘેવરીયા (રહે.કાળીયાબીડ)નામ જણાવ્યા છે.
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી છેલ્લા 30 વર્ષથી હીરા બજારમાં હીરાની વે-વેંચનું કામ કરે છે અને આરોપીઓ પણ તેમના ગામના જ છે અને તેઓ પણ હીરાની લે-વેંચનું કામ કરે છે.
આરોપીઓએ ફરિયાદી પાસેથી રૂૂા.60,19,000ની કિંમતના 1350 કેરેટ હીરા તેમજ રૂૂા.64,07,000ની કિંમતની 1540 કેરેટ રફની ખરીદી કરી હતી અને 15 દિવસમાં પેમેન્ટ કરી દઇશુ તેમ જણાવ્યું હતું.જો કે, 15 દિવસ બાદ પેમેન્ટ કરવામાં ન આવતાં આ અંગે ઉઘરાણી કરવામાં આવતાં આરોપીઓએ પેમેન્ટ ચૂકતે કરવા માટે ચેક આપ્યો હતો, જે ચેક બેંકમાં જમા કરાવવામાં આવતા તે પરત ફર્યો હતો.
આ બનાવ અંગે ડાયમન્ડ એસો.માં રજૂઆત કરવામાં આવતાં આરોપીઓએ પેમેન્ટ કરી આપવાની ખાતરી આપી હતી પરંતુ પેમેન્ટ કર્યું ન હતું અને આરોપીના ઘરે ઉઘરાણી માટે જતાં તેમણે ગાળો આપી હતી.આ બનાવ અંગે નિલમબાગ પોલીસે ત્રણ આરોપીઓ સામે વિશ્વાઘાત સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.