For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમદાવાદમાં PSI ચાવડાએ લિફટમાં યુવતી સાથે અડપલા કર્યાની ફરિયાદ

05:28 PM Nov 22, 2025 IST | Bhumika
અમદાવાદમાં psi ચાવડાએ લિફટમાં યુવતી સાથે અડપલા કર્યાની ફરિયાદ

અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર બરકતઅલી ચાવડા સામે છેડતીની ફરિયાદ નોંધાઈ છે. પીઆઇ ચાવડાએ વિશાલા વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટની લિફટમાં યુવતીના ખભે હાથ મૂકી શારીરિક અડપલાં કર્યાં હોવાનો યુવતીએ આક્ષેપ કર્યો છે. વેજલપુર પોલીસે યુવતીની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂૂ કરી છે. પીઆઇ હાલમાં ગાંધીનગર કંટ્રોલરૂૂમમાં ફરજ બજાવે છે.

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસ ઇન્સ્પેક્ટર બરકતઅલી ચાવડા સામે 19 વર્ષીય યુવતીએ શારીરિક અડપલાં કર્યાં હોવાનો આરોપ મૂક્યો છે. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે પીઆઇ ચાવડાએ લિફ્ટમાં તેની સાથે અડપલાં કર્યાં હતાં અને તેના ખભા પર હાથ મૂક્યો હતો. ગભરાઇ ગયેલી યુવતીએ અભયમ હેલ્પલાઇનને ફોન કર્યો હતો. ટીમે કાઉન્સેલિંગ કર્યા બાદ યુવતીએ આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

યુવતીના ખભા પર હાથ મૂકીને અડપલાં કર્યાં બરકતઅલી ચાવડા લિફ્ટમાં જઈ રહ્યા હતા ત્યારે એક યુવતી પણ સાથે હતી. લિફ્ટ બંધ થતાં જ ચાવડાએ યુવતીના ખભા પર હાથ મૂકીને અડપલાં કર્યાં હતાં. લિફ્ટ છઠ્ઠા માળે પહોંચી એ સમયે બીજી વ્યક્તિઓ લિફ્ટમાં આવતાં બરકત ચાવડા લિફ્ટમાંથી બહાર નીકળી ગયો હતો.

Advertisement

બીજી બાજુ, ગભરાઈ ગયેલી યુવતીએ તાત્કાલિક 181નો સંપર્ક કર્યો હતો. અભયમની ટીમે યુવતીને પૂછપરછ કરી કાયદાકીય માહિતી આપી હતી. બાદમાં યુવતીએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બરકતઅલી ચાવડા હાલમાં ગાંધીનગર કંટ્રોલરૂૂમમાં ફરજ બજાવે છે. અગાઉ તેઓ અમદાવાદ એસીબી અને રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચૂક્યા છે. પીઆઈ ચાવડા અગાઉ પણ આ પ્રકારના વિવાદમાં આવી ચૂક્યા છે. મળતી માહિતી અનુસાર, અગાઉ કચ્છમાં દુષ્કર્મની ફરિયાદ થઈ હતી, જ્યારે તેઓ પીએસઆઇ હતા, પરંતુ એમાં સમાધાન થઈ ચૂક્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement