ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મોરબીમાં પઠાણી ઉઘરાણી કરી યુવકને માર માર્યાની પાંચ શખ્સ સામે ફરિયાદ

12:17 PM Nov 25, 2024 IST | Bhumika
Advertisement

ઓફિસે બોલાવી ધમકી આપી હોવાની રાવ

મોરબીમાં વ્યાજખોરીના દુષણને ડામવા પોલીસે અનેક પ્રયાસો કર્યા પરંતુ નિષ્ફળ નીવડી છે ત્યારે મોરબીમાં યુવકે એક શખ્સ પાસેથી વ્યાજે રૂૂપિયા લિધેલ હોય જે બાબતે વાત કરવા યુવકને રવાપર રોડ પર સેલના પંપ સામે હોથલ ફાઇનાન્સની ઓફિસે બોલાવી યુવક પાસે વ્યાજના વધુ રૂૂપિયાની પઠાણી ઉઘરાણી કરી યુવકને લાકડી વડે ફટકાર્યો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

Advertisement

મળતી માહિતી મુજબ મોરબી શનાળા રોડ પર શાન્તી સ્કૂલ પાછળ ધરતી એપાર્ટમેન્ટમાં બીજા માળે ફ્લેટ નં -06 માં રહેતા ચિરાગભાઈ મહેશભાઈ ગૌસ્વામી (ઉ.વ.35) એ આરોપી શિવમભાઈ રબારી, હિરાભાઇ રબારી તથા ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી શિવમભાઇ રબારી પાસેથી ફરીયાદીએ વ્યાજવા રૂૂપિયા લીધેલ જેના માટે ફરીયાદીને વાત કરવા માટે મોરબી રવાપર રોડ આવેલ સેલ પંપની સામે આવેલ આરોપી શિવમભાઈની હોથલ ફાઇનાન્સની ઓફીસે બોલાવી ત્યાં ફરીયાદી પાસે વ્યાજના વધુ રૂૂપિયાની માંગણી કરી ઓફીસે હાજર આરોપીઓએ ફરીયાદીને લાકડી વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags :
gujaratgujarat newsmorbimorbi news
Advertisement
Next Article
Advertisement