સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે વેપારીને બોલાવી ધમકી આપી પૈસાની ઉઘરાણી કરતા ફરિયાદ
શહેરના મવડીમાં રીધ્ધી સિદ્ધિ સોસાયટીમાં રહેતા વેપારીને સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે બોલાવી ભાગીદારના મિત્રએ પૈસાની ઉઘરાણી કરી ગાડીમાં બેસી જવાનું કહી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. વધુ વિગતો મુજબ,મવડીના રિદ્ધિ સિધ્ધિ સોસાયટી માં રહેતા કુણાલભાઈ ભુપતભાઈ મોણપરા(ઉ.વ.25)એ ભાગીદારના મિત્ર પિયુષ મોલિયા અને તેની સાથેના ત્રણ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. કુણાલભાઈ ફરિયાદમાં જણાવ્યું હતું કે,પોતે બીલ્ડીંગ મટીરીયલ્સનો વેપાર કરે છે.કૃણાલભાઈ ખારી ગામ ના અજયભાઈ શંખાવરા સાથે આઠેક મહીના પહેલા બીલ્ડીંગ મટીરીયલ્સ નો રેતી કપચીનો ભાગીદારી થી ધંધો ચાલુ હતો.બાદમાં આ અજયભાઈ શંખાવરા ને હિસાબ બાબતે પ્રોબ્લેમ થયેલ હોય જેથી અમો બન્નેએ અમારી ભાગીદારી પુર્ણ કરી નાખવાનુ વિચાર્યું હતુ.બાદ મા અમો બન્ને એ વડીલો ની હાજરી મા આ ભાગીદારી પુણ કરી હતી.
આ રેતી કપચીનો વહીવટ આ અજયભાઈ શંખાવરા જ કરતા હોય જેથી અમો એ હીસાબ કરેલ હતો. અને બધો હિસાબ થઈ જતા બાકી નીકળતા રુપીયા 13 લાખ નો છેલ્લે હિસાબ નીકળતો હતો.જેમાથી મારે ભાગે 7 લાખ આવેલ હતા અને આ અજયભાઇ ના ભાગે 6 લાખ આવ્યા હતા.જેમા નક્કી કરેલ હતુ કે જેને જેનો માલ આપ્યો હોય તેને તેની પાસે થી ઉઘરાણી કરવાની હતી.જેથી અજયભાઇએ ફોન કરી ને કહેતા હતા કે મારી ઉઘરાણી પણ તારે કરવાની રહેશે. જેથી મે તેને ના પાડેલ હતી.
બાદમાં અજયભાઇએ ફોન કરેલ ન હતો અને આ અજયભાઇએ તેના મિત્ર પિયુષભાઈ મોલીયા સાથે મુલાકાત કરાવેલ હતી.ગઇ તા.09/04ના રોજ રાત્રી ના નવેક વાગ્યા ના અરશામા ફોનમાં પીયુશભાઇ મોલીયાનો ફોન આવેલ અને કહેલ કે,વોટસઅપ મા મને ફોન કર જેથી મે આ પિયુષભાઇ મોલીયાને મે ફોન કરેલ હતો.અમારે ફોનમાં વાતચિત થયેલ કે અજયભાઈ શંખાવરા ની ઉઘરાણી ના પૈસા નો હવાલો મારી પાસે છે જેથી હવે તારે આ પૈસા ઉઘરાણી કરી ને મને આપવાના છે. જેથી આરોપીઓએ સ્પીડવેલ પાર્ટી પ્લોટ બોલાવી પૈસાની લેતી દેતી કરી ઝઘડો કર્યો હતો અને ધમકી આપી બઘા કહેવા લાગેલ કે હવે તને જાન થી મારી નાખવો છે જોઈ લેજે હવે તુ અમને બીજી વાર ભેગો થા એટલી વાર છે.બાદમાં ત્યાંથી પોલીસની ગાડી નીકળતા આરોપીઓ ભાગી ગયા હતા.