બગસરા ભાજપ પ્રમુખે પરિણીતાને કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઇ
સુરતની યુવતી સાથે તાલાલાના બોરવાવ ગામે રીસોર્ટમાં દુષ્કર્મ આચર્યુ, ફોટો-વીડિયો ઉતારી ધમકાવ્યાનો આક્ષેપ
ગીર સોમનાથના તાલાલામાં અમરેલી ભાજપ નેતા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે, બગસરા BJP પ્રમુખ સામે નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ તો સુરતની પરિણીતાએ પ્રદીપ ભાખર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે, તાલાલાના બોરવાવના એક રિસોર્ટમાં દુષ્કર્મ કર્યુ હોવાની વાત સામે આવી છે, યુવતીનો આક્ષેપ છે કે, કેફી પીણામાં કંઈક પીવડાવી બેભાન કરી દુષ્કર્મ આચર્યુ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
દુષ્કર્મ આચર્યા બાદ મારો ફોટો અને વીડિયો પણ ઉતારવામાં આવ્યો હતો અને તેને વાયરલ કરવાની ધમકી પણ આપવામાં આવી છે, તો તાલાલા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથધરી છે. સુરતની પરણિતા મોડી રાત્રે તાલાલા પોલીસ સ્ટેશન પહોંચી હતી અને પોલીસને સમગ્ર ઘટનાની વાત કરી હતી, પોલીસે પણ ફરિયાદ નોંધી છે, હાલમાં પ્રદીપ ભાખરની ધરપકડ કરવામાં આવી નથી.તાલાલાના બોરવાવ ગામે આવેલ એક રિસોર્ટમાં આ દુષ્કર્મ આચર્યુ હોવાની વાત સામે આવી છે, પીડિતાએ ઘટના અંગે તાલાલા પોલીસમાં થોડા દિવસ પહેલા પોસ્ટ મારફતે અરજી મોકલી હતી પરંતુ પોલીસે તે અરજી પર ધ્યાન આપ્યું ન હતુ જેના કારણે સુરતથી યુવતી તાલાલા આવી હતી અને પોલીસને મળી હતી, રિસોર્ટમાં લઈ જઈ નેતાએ કોઈ વસ્તુ ઠંડા પીણામાં ભેળવી હતી અને યુવતી બેભાન થઈ હતી અને દુષ્કર્મ આચર્યુ હતુ, સમગ્ર ઘટનામાં યુવતીએ તેનો વીડિયો પણ વાયરલ કર્યો છે અને તેની સાથે શું બન્યું તે વાત પણ જણાવી હતી.