રાજકોટના યુવાન પાસે 10 લાખની માગણી કરી મરવા મજબૂર કરનાર વિરમગામના PSI સામે ફરિયાદ
રાજકોટમાં ગોરધન ચોક પાસે રહેતા યુવકને છ માસથી વિરમગામ પોલીસ મથકના પી.એસ.આઇ દારૂૂના ગુનામાં માનસિક ટોર્ચર કરતા હોવાના આક્ષેપ સાથે ગઈકાલે ઘરેથી નીકળી ગયેલા યુવકે વિડીયો વાયરલ કરી લોધિકાના ખાંભા ગામે આવેલા મોગલ માતાજીના મંદિરમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. યુવકના આપઘાતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. લોધિકા પોલીસે યુવકને મરવા મજબુર કરનાર વિરમગામ પોલીસ મથકના પી.એસ.આઇ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં 150 ફુટ રીંગ રોડ ઉપર આવેલા ગોવર્ધન ચોક પાસે રહેતા દીપકભાઈ હરજીવનભાઈ ધ્રાગધરીયા નામનો 40 વર્ષનો યુવાન લોધિકાના ખાંભા ગામે રીબડા રોડ ઉપર આવેલા મોગલ માતાજીના મંદિરે હતો ત્યારે છતના હુકમાં દોરડું બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો યુવકને તાત્કાલિક લોધીકા હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો ત્યારે ફરજ પરના તબીબે જોઈ તપાસી યુવકને મૃત જાહેર કર્યો હતો આ અંગે જાણ થતાં લોધિકા પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને આ ઘટના અંગે પરિવારને જાણ કરી હતી જાણ થતા જ રાજકોટ રહેતો પરિવાર લોધીકા હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો યુવાનના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમિક પૂછપરછમાં મૃતમ દીપકભાઈ ધ્રાગધરીયા ત્રણ ભાઈમાં નાના હતા અને સુથારી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. દીપકભાઈ ધ્રાગધરીયાને સંતાનમાં એક પુત્ર છે તેમના પરિવાર આક્ષેપ કર્યો છે કે વિરમગામ પોલીસ મથકમાં છ માસ પૂર્વે નોંધાયેલા દારૂૂના ગુનામાં દિપકભાઈ ધ્રાગધરીયાને નામ ખુલ્યું હોવાના આરોપ સાથે વિરમગામ પોલીસ મથકના પીએસઆઇ પટેલ માનસિક ટોર્ચર કરી 10 લાખની લાંચ માંગી ત્રાસ આપતા હતા અને પીએસઆઇના ત્રાસથી કંટાળી દીપકભાઈ ધ્રાગધરીયાએ રાત્રીના પોતાના ઘરેથી નીકળી ગયા હતા અને પીએસઆઇના ત્રાસથી આત્મહત્યા કરતો હોવાનો યુવાને સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી આપઘાત કરી લીધો હતો. યુવકને મરવા મજબૂર કરનાર વિરમગામ પોલીસ મથકના પી.એસ.આઇ હિતેન્દ્ર પટેલ વિરોધ લોધીકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે અને લોધિકા પોલીસે ફરિયાદના આધારે તપાસનો દોર લંબાવ્યો છે.