For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમદાવાદ સિવિલ સેશન્સ કોર્ટમાં ફરિયાદીએ જજ તરફ ચપ્પલ ફેંક્યું

05:58 PM Oct 14, 2025 IST | Bhumika
અમદાવાદ સિવિલ સેશન્સ કોર્ટમાં ફરિયાદીએ જજ તરફ ચપ્પલ ફેંક્યું

અમદાવાદમાં કોર્ટમાં ફરિયાદીની નિમ્ન હરકત બહાર આવતા ન્યાય તંત્રમાં ચકચાર મચી ગઇ છે. મળી રહેલી માહિતી પ્રમાણે ચાલુ સુનાવણીમાં ફરિયાદીએ જજ તરફ ચપ્પલ ફેંક્યું હતું.

Advertisement

મળી રહેલી માહિતી મુજબ અમદાવાદની સીટી સિવલ સેસન્સ કોર્ટમાં આ બનાવ બન્યો છે જેમાં ચાલુ સુનાવણીમાં ફરિયાદીએ જજ તરફ ચંપલ ફેંક્યું હતું. મળેલી માહિતી મુજબ જજ અને ચંપલ ફેંકનાર વચ્ચે બોલાચાલી થઇ હતી અને ત્યારબાદ ફરિયાદીએ આ નિમ્ન કક્ષાની હરકત કરી હતી.

ચાલુ સુનાવણીમાં ફરિયાદી શખ્સે આ પ્રકારની નિમ્ન કક્ષાની હરકત કરતા તત્કાળ તેને પકડી લેવાયો હોવાનું જાણવા મળે છે. પોલીસે ચંપલ ફેંકનારની અટકાયત કરી હતી.
અત્રે એ સમજવું જોઇએ કે ન્યાય તંત્રની ગરિમા સાચવવી એ દેશના દરેક નાગરિકની ફરજ છે. ન્યાયાધીશ સમક્ષ આ પ્રકારની હરકત કરવી એ ક્યારેય ના ચલાવી લેવાય. તાજેતરમાં દેશની સુપ્રીમ કોર્ટમાં પણ આ પ્રકારનો બનાવ બન્યો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement