For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભ્રષ્ટ અધિકારી વિરુદ્ધ 99789 42501 પર ફરિયાદ કરો: ACB

05:21 PM Oct 17, 2024 IST | admin
ભ્રષ્ટ અધિકારી વિરુદ્ધ 99789 42501 પર ફરિયાદ કરો  acb

રાજકોટ ચેમ્બર અને CBI-ACBદ્વારા એન્ટિકરપ્શન એક્ટિવિટીઝ અંગે માર્ગદર્શન અપાયું

Advertisement

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા ઈઇઈં-અઈઇ ગાંધીનગર બાન્યના સંયુક્ત ઉપક્રમે "એન્ટીકરપ્શન એકટીવીટીઝ” અંગે પબ્લીક અવરનેશ કાર્યક્રમનું રાજકોટ ચેમ્બરના કોન્ફરન્સ હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું. જેમાં CBI-ACB ગાંધીનગર બ્રાન્ચના ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ રામ પ્રસાદ તથા પોલીસ ઈન્સ્પેક્ટર નિરજ મલિક ઉપસ્થિત રહ્યા હતા.

પ્રમુખ વી.પી. વૈષ્ણવએ જણાવેલ કે, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી વેપાર-ઉદ્યોગકારોને પડતી મુશ્કેલીઓના યોગ્ય નિરાકરણ લાવવા માટે હંમેશા અગ્રેસર રહી મહત્વની ભુમિકા ભજવે છે. ત્યારે વેપાર-ઉદ્યોગકારો સાથે છેતરપીડી થાય કે અધિકારીઓ પરેશાન કરે તો તેનો ઉકેલ લાવવા અમે સુંપુર્ણ સહયોગ આપીશું. વધુમાં લોકોના મનમાં ડર છે કે લાંચ આપવી કે ન આપવી અને તેમાંથી કેવી રીતે બચી શકાય તે માટે અધિકારીઓ દ્વારા સંપુર્ણ માહિતી પુરી પાડવામાં આવી છે.

Advertisement

CBI-ACB ગાંધીનગર બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેકટર નિરજ મલિકએ જણાવેલ કે, છેલ્લા બે મહિનાથી ડિપાર્ટમેન્ટ દ્વારા ગુજરાતમાં સર્વે કરવામાં આવી રહ્યો છે ત્યારે લોકોને ખ્યાલ નથી કે ઈઇઈં-અઈઇ કેવી રીતે કાર્ય કરી રહ્યું છે તેની લોકોમાં અવરનેશ લાવવી ખુબ જ જરૂૂરી છે. ઘણીવાર એવું બને છે કે બાન્ચના નકલી અધિકારીઓ બની ફોન કરીને લોકો સાથે ફોડ થઈ રહ્યો છે. ત્યારે ઈઇઈં-અઈઇ ની ગુજરાતમાં માત્ર ગાંધીનગર ખાતે જ બ્રાન્ચ છે એટલે કોમ્યુનીકેશન કરતા પહેલા તકેદારી રાખવી જોઈએ.

CBI-ACB માત્ર કેન્દ્રીય કર્મચારીઓના કેસ હેન્ડલ કરે છે. વધુમાં જે કોઈ કેન્દ્રીય કર્મચારી લાંચ માંગે તો તુરંત જ અમારો સંપર્ક કરો અને તે માટે અમો 24 કલાક ફરીયાદો લઈ રહ્યા છીએ. ખાસ કરીને નામજોગ ફરીયાદ કરવી, ખોટી અથવા નામ વગરની ફરીયાદો ધ્યાને લેવાશે નહીં. જે ફરીયાદ આવશે તે ડાયરેકટ હેડ બ્રાન્ચમાં જશે અને તે ગુપ્ત રાખવામાં આવશે અને ત્યાંથી અધિકારીની નિમણુંક કરી ફરીયાદીનો સંપર્ક કરી ટ્રેપ ગોઠવીને ધરપડ કરશે. તેમજ 60 કે 90 દિવસ સુધી જેલવાસ ભોગવી અધિકારી છુટો થશે તો તેને તે જગ્યાએ પોસ્ટીંગ અપાશે નહી તેમજ ફરીયાદીના અટકેલા કામ પણ પુરા કરાવી દેવામાં આવશે.

વર્ષ 2018 પછી સરકાર દ્વારા નિયમમાં ફેરફાર કરવામાં આવેલ છે કે જો તમે પણ લાંચ આપો છો તો તમારી ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ જો 7 વિદસની અંદર CBI-ACB ને જાણ કરવામાં આવે તો તેમને સાક્ષી ગણીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ અધિકારીઓની આવક કરતા અપ્રમાણસર મિલ્કત હોય, અનુચિત નાણાંકીય લામ માટે તેની સતાવાર સ્થિતીનો દુરપયોગ વિગેરે માટે અમોને ફરીયાદ કરી શકશો. તે માટે લોકોને વોટસએપ- ફોન નં. 99789 42501, 079-23234301 તેમજ ઈમેઈલ: વજ્ઞબફભ લક્ષભિબશ.લજ્ઞદ.શક્ષ પર ફરીયાદ કરી શકાશે. લેખિતમાં અરજી મોકલવા માટે CBI-ACB, સેકટર-10/એ, કયુ-3, સર્કલ પાસે, કર્મયોગી ભવનની સામે, ગાંધીનગર-382010 પર મોકલી શકાશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement