105 વર્ષ જૂના જમીનના કેસમાં 89 લાખનું વળતર
રૂા. 5000ની લોન ભરપાઇ કરવા છતા જમીન નહીં મળતા એક તબકકે 3 કરોડનું વળતર નકકી થયું
સરકારે વરસાદ-ઉપજ સહિતના આંકડા કોર્ટમાં રજુ કરતા 2.11 કરોડ બચ્યા
10પ વર્ષ પહેલાના જમીન જામીનગીરી ઉપર લોન પ્રકરણમાં 1962ના સરકાર પાસે રૂૂપિયા 3 કરોડ વળતર વસૂલવાના દાવા ઉપરની 2009ની અપીલમાં જોઈન્ટ ડિસ્ટ્રિક્ટ જજ ડી.એસ. સિંઘે આખરી ચુકાદામાં રૂૂપિયા 89 લાખનું વળતર મંજુર કરતા, રાજકોટના સરકારી વકીલોએ ગુજરાત સરકારને મોટો આર્થિક લાભ કરાવી આપ્યો છે.
જેમાં જોઈન્ટ ડિસ્ટ્રિક્ટ જજ ડી.એસ. સિંઘે સરકારની તરફેણમા આખરી ચુકાદો આપી ઠરાવેલ છે કે, વાદીની જમીનો અનઅધિકૃત રીતે જાળવી રાખવા બદલ વળતરની વ્યાજ સહીતની રકમ 3 કરોડ નહી પરંતુ ફકત 89 લાખ થાય છે.
આ કેસની હકિકત મુજબ, રાજકોટના ગોકળદાસ અમરશીભાઈએ વર્ષ-1920માં જામનગર જિલ્લાના 5-ગામોની પોતાની જમીનો રૂૂા.5,000/-ની લોન પેટે જામીનગીરી કરી આપી હતી. તેના 8 વર્ષ બાદ તેઓએ આ લોનની ભરપાઈ કરી આપતા લોન આપનાર પાસેથી પોતાની જમીનો પરત માગી હતી. આ સમયે આ જમીનો જે તે વખતના સૌરાષ્ટ્ર રાજયએ હસ્તગત કરી હતી. તેથી વાદી ગોકળદાસે પોતાની આ જમીનો સૌરાષ્ટ્ર રાજ્ય પાસેથી પરત માગેલ, પરંતુ વહીવટી પ્રક્રિયાઓમાં લાંબા સમયના કારણે 1955 સુધી આ જમીનો વાદી ગોકળદાસને પરત મળેલ ન હતી. વર્ષ-1955માં સૌરાષ્ટ્ર લેન્ડ રિફોર્મ એકટ આવતા વાદી ગોકળદાસનો આ જમીનો ઉપરનો માલીકી હકક જતો રહ્યો હતો. ત્યારબાદ વાદી ગોકળદાસે 1962માં દાવો કરી સરકાર સામે દાદ માગેલ કે તેઓનો માલિકી હકક કાયદાકીય જોગવાઈઓથી જતો રહેલ ત્યાં સુધી તેઓ જમીનોના ખેતી માટે ઉપયોગ કરી શકેલ નથી અને આ રીતે તેઓને નુકશાની થયેલ છે.
તેઓને પાકની નુકશાની વેઠવી પડેલ છે. તેથી તેઓને વળતર મળવુ જોઈએ. આ કેસમાં સિવિલ કોર્ટ અને ડિસ્ટ્રિકટ કોર્ટે વાદીનો આ દાવો સમય મર્યાદા બહાર રજુ થયેલ હોવાના કારણે રદ કરેલ હતો. જે સામે ગુજરાત હાઈકોર્ટે સેક્ધડ અપીલમાં આ દાવો મંજુર કરી કોર્ટ કમિશ્નર મારફત નુકશાનીની રકમ આકારવા ચુકાદો આપેલ હતો. કોર્ટ કમિશ્નરના અહેવાલ મુજબ રાજ્ય સરકારે વાદીને 73 લાખ રૂૂપિયા 1962થી 6 %ના વ્યાજ સાથે ચુકવવાનો હુકમ કરેલ, જે હુકમ મુજબ રાજય સરકારે વાદીને રૂૂા. 3 કરોડ જેવી માતબર રકમ ચુકવવાની થતી હતી. આ અહેવાલમાં કોર્ટ કમિશ્નરે જામનગર જિલ્લાના કુલ 5 ગામોની જમીન 14,864 વીઘા હોવાની ગણતરી કરેલ હતી. આ ચુકાદા સામે રાજય સરકારે વર્ષ-2009માં ડિસ્ટ્રિક્ટ કોર્ટમા અપીલ કરેલ હતી.
આ અપીલની આખરી સુનવણી વખતે સરકાર તરફે દલીલો કરવામાં આવી હતી કે, વાદીએ પોતાના દાવામાં જે જમીનો અંગે વળતર માગેલ છે, તે જમીનો 14,864 વિધા નહી પરંતુ 2900 વીઘા જ થાય છે. આ ઉપરાંત આ જમીનો ઉપર વાદી જો ખેતી કરી શકેલ હોત તો તેઓને આવકની સમગ્ર રકમ મળવાપાત્ર ન હતી. પરંતુ ફક્ત 1/3 રકમ જ મળવાપાત્ર રહેતી હતી. આ ઉપરાંત સરકાર દ્વારા પ્રત્યેક વર્ષની વર્ષા ઋતુમાં થયેલ વરસાદના આંકડાઓ અને જે તે વિસ્તારમાં તે વર્ષના પાકની ઉપજના ચોકકસ આંકડાઓ રાખવામાં આવતા હોય છે.
આ વિગતો મુજબ વર્ષ 1928થી 1942 સુધી વાદીની જમીનોની આજુબાજુના તમામ વિસ્તારોની ખેતીની જમીનોનો પાક પ્રતિ વીઘા 12 મણનો જ હતો અને તે વખતે 1 મણ પાકની કિંમત 1 રૂૂપિયાથી લઈને 3 રૂૂપિયા સુધીની મળેલ હતી. આ મુજબ 14 વર્ષનો સરેરાશ કાઢતા પ્રતિ વીઘાના એક મણની આવકની કિંમત 3 રૂૂપિયાથી ઓછી થતી હતી. પરંતુ કોર્ટ દ્વારા નિમાયેલ કમિશ્નરે પ્રતિ મણની આવકની કિંમત 3 રૂૂપિયાથી વધુ ગણેલ હતી. આથી, સરકાર તરફેના ગેઝેટમાં આ મુજબના આંકડાઓ બંને પક્ષકારોએ રજુ કરેલા હતા, ત્યારે આ આંકડાઓથી વિરૂૂધ્ધની અને વધારે ઉપજ મુજબ ગણતરી થઈ શકે નહી.
આ મુજબની તમામ રજુઆતોના અંતે જોઈન્ટ ડિસ્ટ્રિક્ટ કોર્ટે વાદીની કુલ જમીન ફકત 2900 વીઘા ગણી પ્રતિ વીઘાની ઉપજ 12 મણ અને તેની કિંમત રૂૂા. 3 થી ઓછી ગણી 3 કરોડના કોર્ટ કમિશ્નરના અહેવાલને ઘટાડીને ડિસ્ટ્રિક્ટ કોર્ટે આખરી એવોર્ડ રૂૂા. 89 લાખનો કરી આપેલ છે. આ કેસમાં સરકાર વતી એ.જી.પી. કમલેશભાઈ ડોડીયા અને જિલ્લા સરકારી વકિલ સંજયભાઈ કે. વોરાએ સહયોગમાં કામગીરી કરી હતી.