અકસ્માતના જુદા જુદા છ કેસમાં મૃતકના વારસદારો અને ઈજાગ્રસ્તનું 6 કરોડનું વળતર મંજૂર
રાજકોટ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા ક્લેઇમ કેસના નિષ્ણાંત વકીલ રવિન્દ્ર ડી. ગોહેલ, સંદિપ એમ. રાઠોડ અને વિવેક ગઢવી દ્વારા જુદા જુદા છ અકસ્માત કેસમાં પાંચ મૃતકોના વારસદારો અને એક ઈજાગ્રસ્તના મળી કુલ ક્લેઇમ કેસ રાજકોટ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે તમામ કેસમાં અરજદારોને ઝડપથી વળતર અપાવવામાં આવ્યું છે. જેમા જુનાગઢના ખામધ્રોલ ગામના જયેશભાઈ બાબુભાઈ ખાંભલા બળદ ગાડુ લઈ તેની વાડીએ જતા હતા ત્યારે ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં જયેશભાઈ ખાંભલાનો હાથ કાંડા પાસેથી કપાય ગયો હતો.
જે અંગેનો કલેઈમ કેસ ચાલી જતા કોર્ટ દ્વારા રૂૂ.40 લાખનું વળતર મંજુર કરવામાં આવ્યું છે. બીજા કેસમાં બોટાદના નાગલપરા ગામના સંજયભાઈ રાધવભાઈ ધરજીયાના બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં સંજયભાઈ ધરજીયાનું અવસાન થયું હતું. જે કલેઈમ કેસમાં રૂૂ.41 લાખ જેટલૂ જંગી વળતર મંજુર થયું છે. ત્રીજા કેસમાં પાટડીના સુરેલ ગામના ધીરૂૂભાઈ ગુગાભાઈ વાસાણી પોતાનુ મોટર સાઈકલ લઈને જતા ત્યારે એક ટ્રકે હડફેટે લેતા યુવાનનુ મોત નીપજ્યું હતું. ક્લેઈમ કેસમાં મૃતકના વરસદારોનું રૂૂ.35 લાખ જેટલૂ વળતર મંજુર કરવામાં આવ્યું છે. ચોથા કેસમાં બીહારના દીપકકુમાર લગીન ઉર્ફે લગીના શાહ બાઈક પાછળ બેસીને જતા હતા. ત્યારે એક ટ્રક નં. એમ પી-43-એલ-1269ના ચાલકે ઠોકરે ચડાવતા મોત નીપજ્યું હતું. દીપકકુમાર લગીન ઉર્ફે લગીના શાહના ક્લેઈમ કેસમાં રૂૂ 30 લાખનું જંગી વળતર ચુકવવામાં આવ્યું છે.
પાંચમા કેસમાં વેરાવળના ભાલપરાના ધર્મેશ લાખા પટાટ પોતે માલ ઢોર ચરાવતા હતા. ત્યારે ટ્રક ચાલકે ઠોકરે ચાવતા મોત નીપજ્યું હતું. જે કલેઈમ કેસ ટ્રીબ્યુનલ રાજકોટ કોર્ટમાં ચાલી જતા રૂૂ.18 લાખનું વળતર મંજુર કરવામાં આવ્યું છે.
છઠ્ઠા કેસમાં મોરબીના અમરનગર (તારાપર)ના વનરાજસિંહ ગોવુભા ઝાલાના બાઇકને ટેન્કર ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં વનરાજસિંહ ઝાલાનું મોત નિપજતા પરિવાર દ્વારા રાજકોટ ટ્રીબ્યુનલ કોર્ટમાં ક્લેઇમ કેસ દાખલ કર્યો હતો. જે ચાલી જતા રૂૂ.15 લાખનું વળતર મંજુર કરાયું છે. ઉપરોક્ત ક્લેઇમ કેસમાં અરજદાર વતી રાજકોટ કલેઈમ કેસનાં નિષ્ણાંત વકીલ રવિન્દ્ર ડી. ગોહેલ, સંદિપ એમ. રાઠોડ, વિવેક વી. ભાંસળીયા (ગઢવી), આસીસ્ટન્ટ તરીકે દિનેશ ડી. ગોહેલ, જતીન પી. ગોહેલ અને જયેશ મકવાણા રોકાયા હતાં.