ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

શીતલપાર્ક રોડ કપાતના અસરગ્રસ્તોને વળતરનું કોંકડું ગુંચવાયું

05:13 PM Aug 22, 2025 IST | Bhumika
Advertisement

મનપાની સ્ટેન્ડિંગમાં અનેક વખત દરખાસ્ત આવી છતાં સંકલન ન થતાં આજે પણ પેન્ડિંગ રખાઇ

Advertisement

સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 63.21 કરોડના ખર્ચને બહાલી, 52 પૈકી 3 દરખાસ્ત પેન્ડિંગ રખાઇ

મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આજે રજૂ થયેલ 52 પૈકી 3 દરખાસ્ત પેન્ડિંગ રાખી બાકીના 49 દરખાસ્તના રૂા.63.21 કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી. તેમજ સર્કલ ડેવલોપમેન્ટ અને સ્ક્રેપ વેંચાણ થકી 1.08 કરોડની આવક રજૂ કરવામાં આવી હતી. પેન્ડિંગ રહેલ દરખાસ્ત પૈકી ફરી એક વખત શીતલપાર્કથી નીલકંઠ મહાદેવ મંદિર સુધીના રોડને પહોંળો કરવા માટે કપાતમાં આવતી મિલકતોને વળતર આપવાની દરખાસ્ત અનેક વખત ચર્ચા કરવા છતા કોંકડુ ગૂૂંચવાતા આજની સ્ટેન્ડિંગમાં ફરી વખત ચર્ચાના નામ હેઠળ પેન્ડિંગ રાખવામાં આવી હતી.

આ દરખાસ્ત મુજબ આખરી નગર રચના યોજના નં.9માં સમાવિષ્ટ આખરી નં.32/9 તથા 31/5થી આખરીખંડ નં.32/1/1 તથા 31/1 સુધીના 09મી ટીપી રસ્તાને લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટ અંતર્ગત 12મી રસ્તો પહોંળો કરવા માટે અસરગ્રસ્તોને વૈકલ્પિક વળતર આપવા બાબતની દરખાસ્ત રજૂ થયેલ પરંતુ વળતર મુદ્દે જમીન માલીકો સાથે સંકલન ન થયુ હોય કે અન્ય કારણોસર આજે ફરી વખત દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી હતી. આજની સ્ટેન્ડિંગમાં રજૂ થયેલ અન્ય દરખાસ્તોમાં રસ્તા કામ, ગેનેજ, પેવેંગ બ્લોક, સીસીકામ, ડીઆઇ પાઇપ લાઇન, ગાર્ડન, નવુ આરોગ્ય કેન્દ્ર, પાર્ટી પ્લોટ, પંપીન્ગ સ્ટેશન સહિતના પ્રોજેકટ માટેની તમામ દરખાસ્તનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો.

કાર્બન એન્ડ કલાયમેટના કરાર અંગે તંત્રને ટપ્પા ન પડ્યા, હવે કમિટી બનાવી
મહાનગરપાલિકામાં શાસક પક્ષ હોય કે વિપક્ષના બિનઅનુભવી નગર સેવકો અનેક વખત વિદેશ સાથે કરાર કરવામાં પાછી પાની કરતા જોવા મળ્યા છે. છેલ્લી ત્રણ સ્ટેન્ડિંગથી રાજકોટ કાલ્ઇમેટ રી-સાઇલેન્ટ સિટી એક્શન પ્લાન અને સ્વિસ એજન્સી ડેવલોપમેન્ટ કેપેસિટી બિલ્ડિંગ અને પ્રોજેકટ અને લો કાર્બન અંતર્ગત ઇકલી સાથે કરાર કરી શહેરમાંથી કાર્બન ડાયોકસાઇટ ઓછુ કરવા સહિતનો પ્રોજેકટ માટે કરાર કરવાના હતા. પરંતુ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોએ સતત અભ્યાસ કર્યો છતા હવે આ દરખાસ્ત અધિકારીઓને સૂપ્રત કરી નિર્ણય લેવાની સૂચના આપી બંને દરખાસ્ત આજે પેન્ડિંગ રાખવામાં આવી હતી. તેમજ પાંચ કોર્પોરેટર અને બે ડે.કમિશનરની કમિટી બનાવી ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે તેમ જણાવાામાં આવ્યું હતું.

મધ્યમ વર્ગના બાળકો અંગ્રેજી કેમ ભણશે ?
મહાનગરપાલિકા દ્વારા હાલમાં વોર્ડ નં.5માં ધો.7 થી 12 સુધીના અભ્યાસ ક્રમ માટેનુ શાળા બિલ્ડિંગ કરોડોના ખર્ચ તૈયાર કર્યા બાદ તેનુ સંચાલન કોર્પોરેશને કરવાનુ હતું પરંતુ સરકારે પરીપત્ર કરી આ શાળા બિલ્ડિંગ જિલ્લા શિક્ષણવિભાગને સોંપી અંગ્રેજી માધ્યમના કલાસ શરૂ કરવાનું કહેવામાં આવેલ જેની દરખાસ્ત આજ રોજ સ્ટેન્ડિંગમા રજૂ થયેલ પરંતુ મધ્યમ વર્ગિય વિસ્તારમાં આ શાળા બિલ્ડિંગ આવેલી હોય આ બાળકો અંગ્રેજી શીખવા માટે લાયક નથી. તેવુ નક્કી કરી લીધુ હોય તેમ અંગ્રેજીના બદલે હવે ગુજરાતી શિક્ષણ શરૂ કરવામાં આવે તેઓ સરકારને સામો પરીપત્ર કરી મધ્યમ વર્ગના બાળકોને અંગ્રેજી શીખવાથી વંચિત રાખવાનો કાર્યકમ 10 મિનિટમાં ઘડી નાખ્યો હતો.

બગીચાના સંચાલનમાં પણ મોટી ઘાલમેલ
મનપાની સ્ટેન્ડિંગની બેઠકમાં આજે ઇસ્ટ, વેસ્ટ અને સેન્ટ્રોલ ઝોનમાં આવેલા બગીચાઓની ઝોનલ કામગીરી માટે બે વર્ષ સંચાલન સંસ્થાને આપવાની દરખાસ્ત રજૂ થયેલ જેમાં તમામ બગીચાઓમાં લગભગ સરખી કામગીરી કરવાની હોવા છતાં ઇસ્ટ ઝોન અને વેસ્ટઝોનના ઝોનલ કોન્ટ્રાક્ટના નિયમ મુજબના ભાવો આવ્યા હતા. પરંતુ સેન્ટ્રોલઝોન બગીચા માટે વધુ ભાવ આવતા સ્ટેન્ડિંગ સભ્યોએ આ દરખાસ્ત શંકાસ્પદ સમજી પેન્ડિંગ રાખી હતી.

Tags :
gujaratgujarat newsrajkotRajkot Municipal Corporationrajkot news
Advertisement
Next Article
Advertisement