અમદાવાદના આંગણે રમાશે કોમનવેલ્થ- 2030, ,મળી સત્તાવાર મંજૂરી
ગુજરાતીઓ અને ભારતીયો માટે ગર્વના સમાચાર સામે આવ્યા છે. મિનિઓલિમ્પિક તરીકે ગણાતી કોમનવેલ્થ ગેમ્સની 2030ની યજમાની અમદાવાદને આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં આજે મહત્વની મિટિંગ યોજાઈ હતી અને આ મીટીંગ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ મીત્ન્ગ ભાગ લેવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ભારત તરફથી એક ડેલિગેશન ડેલિગેશન પહોંચ્યું છે.
આજે ગ્લાસગોમાં રાષ્ટ્રમંડળ ગેમ્સની સામાન્ય સભામાં અમદાવાદની યજમાનીની ઔપચારિક જાહેરાત કરવામાં આવી છે. ભારતે આ પહેલા 2010મા દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કર્યું હતું. હવે અમદાવાદ દેશનું બીજી શહેર બનશે જ્યાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થશે.
કોઈપણ દેશ માટે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવું એ માત્ર રમતગમતના દૃષ્ટિકોણથી જ નહીં, આંતરરાષ્ટ્રીય સ્તરે એની સમૃદ્ધિ, વિઝન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રીતે પણ મહત્ત્વનું માનવામાં આવે છે.અત્યારસુધી ઓસ્ટ્રેલિયા, કેનેડા, ઇંગ્લેન્ડ, ભારત, ન્યૂઝીલેન્ડ વગેરે સહિત નવ અલગ-અલગ દેશો કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરી ચૂક્યા છે. એમાં ઓસ્ટ્રેલિયાએ 5 વખત કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કર્યું છે.