કોમનવેલ્થ ઇફેકટ, અમદાવાદમાં જમીનનો 500 કરોડનો સોદો
એસજી હાઇવે પર કર્ણાવતી કલબની સામેનો 25000 ચો.વારનો પ્લોટ વેંચાયો, 5 સ્ટાર હોટેલ કમ કોમર્શિયલ પ્રોજેકટ બનશે
2030 કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓના પડઘા અત્યારથી જ શહેરના રિયલ એસ્ટેટ માર્કેટમાં જોવા મળી રહ્યા છે. જૠ હાઈવે પર આવેલી કર્ણાવતી ક્લબની બરાબર સામે એક અત્યંત મહત્વપૂર્ણ રિયલ એસ્ટેટ ડીલ થઈ છે, જેણે ડેવલપર્સમાં નવો વિશ્વાસ જગાવ્યો છે.
આશરે રૂૂ. 500 કરોડના મૂલ્યના આ જમીન સોદાની મુખ્ય વિગતો મુજબ શહેરના એક અગ્રણી ડેવલપરે કર્ણાવતી ક્લબની સામે અને સર્વિસ લેનની બાજુમાં આવેલા 25,000 ચોરસ વારના પ્લોટ માટે જોઈન્ટ ડેવલપમેન્ટ કરાર કર્યો છે. આ સોદો રેસિડેન્શિયલ-3 ઝોનમાં થયો છે. જમીનનો ભાવ અંદાજે રૂૂ. 2 લાખ પ્રતિ ચોરસ વાર છે.રિયલ્ટી નિષ્ણાતોના મતે, કોરોના પછી અહીં ભાવ રૂૂ. 1.25 થી 1.5 લાખ હતા. છેલ્લા ત્રણ વર્ષમાં અહીંના ભાવમાં 100 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.
બિલ્ડર આ જમીન પર એક ભવ્ય 5-સ્ટાર હોટેલ-કમ-કોમર્શિયલથ પ્રોજેક્ટ બનાવવાની યોજના ધરાવે છે. અંદાજે 20 થી 22 લાખ ચોરસ ફૂટ.આ પ્રોજેક્ટમાં 4-સ્ટાર કેટેગરીના સર્વિસ એપાર્ટમેન્ટ્સનો પણ સમાવેશ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ હોટેલ પોલિસી હેઠળ પ્રસ્તાવિત હોવાથી, તેને મિનિમમ 4 FSI (ફ્લોર સ્પેસ ઈન્ડેક્સ) મળશે. ડેવલપરે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, અમે જમીન માલિકો સાથે લાંબા ગાળાની ચુકવણીની શરતો સાથે જેડી પ્રોજેક્ટ કરી રહ્યા છીએ, જેથી જમીનની કિંમત રૂૂ. 2 લાખ પ્રતિ ચોરસ વાર થાય છે અને પ્રોજેક્ટનો કુલ ખર્ચ રૂૂ. 1,000 કરોડની આસપાસ થશે.
તેમણે ઉમેર્યું કે, આ પ્રોજેક્ટને આંતરરાષ્ટ્રીય કક્ષાનો બનાવવા માટે અમે વિદેશી આર્કિટેક્ટ ફર્મની નિમણૂક કરી રહ્યા છીએ. જોકે, બિલ્ડિંગની ઊંચાઈ 70 મીટર (22 માળ) થી વધશે નહીં. આ પ્રોજેક્ટ CWG 2030 ના એક વર્ષ પહેલા તૈયાર થઈ જવાની શક્યતા છે.
કોમનવેલ્થ પહેલા 5 સ્ટાર કેટેગરીના વધુ 5000 રૂમની જરૂરિયાત ઉભી થશે
હાલમાં અમદાવાદ અને ગાંધીનગરમાં 10,000 જેટલા સ્ટાર-કેટેગરીના રૂૂમ છે, જેમાંથી 4,000 ફાઇવ-સ્ટાર છે. ઈઠૠ 2030 ને ધ્યાનમાં રાખીને શહેરમાં વધુ લક્ઝરી રૂૂમની જરૂૂરિયાત ઊભી થઈ છે.આ નવા પ્રોજેક્ટમાં 125 થી 200 રૂૂમ (કી) ધરાવતી હોટેલ બનાવવાનું આયોજન છે. હોટેલ્સ એન્ડ રેસ્ટોરન્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાતના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ જણાવ્યું હતું કે, અમદાવાદને હજુ બીજા 4,000 થી 5,000 ફાઇવ-સ્ટાર કેટેગરીના રૂૂમની જરૂૂર છે. જમીનના વધતા ભાવને જોતા ડાઉનટાઉન કરતા એસજી હાઈવે, સિંધુ ભવન રોડ અને એસપી રિંગ રોડ જેવા વિસ્તારો હોટેલ માટે વધુ અનુકૂળ છે.