જામનગરમાં નૂતન જગન્નાથ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ
શ્રી જગન્નાથ કલ્ચરલ એસોસિએશન દ્વારા જામનગરમાં નૂતન જગન્નાથ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે. પાંચ દિવસ ચાલનારા આ મહોત્સવના પ્રથમ દિવસે શ્રી જગન્નાથજીના ધાન્યા ધીવાસ પછી ભાગવાનની 108 કળશની જલયાત્રા નીકળી છે, જ્યારે આવતીકાલે બપોરથી ભગવાનની નગરયાત્રા અને મહાસ્નાન, શિખર સ્નાન વગેરે કાર્યોક્રમો યોજાશે. સોમવાર ને તા. 19 મી ફેબ્રુઆરીના જગન્નાથ, બલભદ્ર, શુભપ્રજી, સુદર્શન તથા શિવ, ગણેશ, લક્ષ્મી, વિમલા, હનુમાનજીનો મંદિરમાં પ્રવેશ થશે. મંગળવાર ને ર0 મી ફેબ્રુઆરીના સવારે 10-30 વાગ્યે ભગવાનના દર્શન થઈ શકશે. બપોર પછ લક્ષ્મી-જગન્નાથ વિવાહ અને શિવ-પાર્વતી વિવાહ ઉત્સવ, જગનનાથજીની અમૃતકથા વગેરે કાર્યક્રમો યોજાશે, જ્યારે પાંચમા દિવસે ર1 ફેબ્રુઆરી ને બુધવારે સવારે 11-10 વાગ્યે જગન્નાથ પ્રભુજીની મહા ઉપચારપૂજા, વગેરે શ્રીમદ્ ભાગવદ્ ગીતા પારાયણ અને વાસુદેવ મહાયજ્ઞ પછી સાંજે સાત વાગ્યા પછી પુર્ણાહૂતી થશે.