શક્તિની આરાધનાના પર્વ નવરાત્રીનો પ્રારંભ, માઇ મંદિરોમાં ભીડ
ગુજરાતમાં આજથી શક્તિની આરાધનાના સૌથી મોટા પર્વ નવરાત્રીનો ભારે ઉમંગ અને આસ્થાભેર પ્રારંભ થયો છે અને પ્રથમ દિવસે જ રાજયના અંબાજી, કચ્છમાં માતાના મઢ, પાવાગઢના મહાકાળી, બહુચરાજી, ઉમિયાધામ -ઉંઝા, ચોટીલાના ચામુંડા મંદિર, કાગવડના ખોડલધામ, રાજપરાના ખોડીયાર મંદિર, માટેલ ધામ, વરદાયીની માતા રૂપલધામ સહીતના મંદિરોમાં માંઇ ભક્તો દર્શન માટે મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા.
તમામ ધર્મસ્થળોએ ભાવિકોની ભીડને પહોંચી વળવા સ્થાનિક સંચાલક ટ્રસ્ટો અને વહીવટી તંત્ર દ્વારા આગોતરી વ્યવસ્થા કરી છે. આજથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થતા યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી છે. વહેલી સવારથી જ માતાજીના દર્શને ભક્તો ઉમટ્યા છે. મોટીસંખ્યામાં ભક્તો પાવાગઢ દર્શને ઉમટ્યા છે. વહેલી સવારથી ઉડન ખટોલા શરૂૂ કરી દેવાયો છે. ચાંપાનેરથી માચી સુધી જવા જઝ સેવા વધારાઈ છે. તેમજ અનિચ્છનીય ઘટના ન બને માટે પોલીસનો બંદોબસ્ત છે. આ વર્ષે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ સુંદર વ્યવસ્થા કરવામા આવી છે. જેમા ખાનગી વાહનો માટે ચાંપાનેરથી માચી સુધી જવા પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. જેનાથી ટ્રાફિક જામ ના થાય અને ભક્તોને ચાંપાનેરથી માચી સુધી જવા માટે ખાસ એસટી બસના રૂૂટ પણ વધારી દેવાયા છે. તેમજ ત્યારે કોઈ અનિછનીય ઘટના ના બને તે હેતી ખાસ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.