For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 15 દિ’ સુધી રંગારંગ કાર્યક્રમોની વણઝાર

05:06 PM Oct 27, 2025 IST | admin
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 15 દિ’ સુધી રંગારંગ કાર્યક્રમોની વણઝાર

પ્રજાસત્તાક પર્વની પેટર્ન પર એકતાનગર ખાતે ભવ્ય પરેડ, રાજ્યોની સિધ્ધિઓ દર્શાવતા 10 ટેબ્લોઝ પ્રસ્તુત થશે, તા.1થી 15 નવે. સુધી કાર્યક્રમો યોજાશે

Advertisement

સરદાર સાહેબની જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે સૌંદર્યમય લાઇટીંગ, સાંસ્કૃતિક પ્રસ્તુતિ અને સાયકલોથોન સ્પર્ધા યોજાશે, 5000 સ્પર્ધકો ભાગ લેશે, વડાપ્રધાન માર્ગદર્શન આપશે

અખંડ ભારતના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ 31 ઓક્ટોબરની એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પએક ભારત શ્રેષ્ઠ ભારતથની ભાવના ઉજાગર કરતી ઉજવણી કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

Advertisement

સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દર વર્ષે વડાપ્રધાનની પ્રેરક ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમો યોજવામાં આવે છે. આ વર્ષે સરદાર સાહેબની 150મી જન્મજયંતિ વર્ષના ઉપલક્ષ્યમાં રાષ્ટ્રીય એકતા દિવસની શાનદાર અનોખી ઉજવણીનું બહુવિધ આયોજન કરવામાં આવ્યું છે.

નવી દિલ્હીમાં દર વર્ષે પ્રજાસત્તાક દિવસ 26મી જાન્યુઆરીએ યોજાતી પરેડની પેટર્ન પર જ આ વર્ષે 31 ઓક્ટોબરે એકતાનગર ખાતે મુવિંગ પરેડ યોજવામાં આવશે. મુખ્ય સચિવ પંકજ જોશી અને પોલીસ મહાનિદેશક વિકાસ સહાયે આ ભવ્ય ઉજવણીના સમગ્ર કાર્ય આયોજન અંગેની વિસ્તૃત ભૂમિકા આપી હતી. તેમણે કહ્યું કે, રાષ્ટ્રીય એકતા દિવસની આ પરેડમાં BSF, CISF, ITBP, CRPF, SSB, JK, પંજાબ, આસામ, ત્રિપુરા, ઓડિશા, છત્તીસગઢ, કેરાળા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને NCC મળીને કુલ 16 ક્ધટીજન્ટ્સ સહભાગી થશે. એટલું જ નહિં, ઓપરેશન સિંદૂરના BSFના 16 પદક વિજેતા અને CRPFના પાંચ શૌર્ય ચક્ર વિજેતા બહાદુર જવાનો પણ આ પરેડમાં ખુલ્લી જીપ્સીમાં જોડાશે. આ પરેડનું નેતૃત્વ વિવિધ રંગબેરંગી વેશભૂષા અને અલગ-અલગ વાજિંત્રો સાથે હેરાલ્ડીંગ ટીમના 100 જેટલા સદસ્યો કરવાના છે.

એકતા પરેડમાં કર્ણપ્રિય સુરાવલિઓ રેલાવતા 9 બેન્ડ ક્ધટીજન્સ પણ જોડાવાના છે. ઉપરાંત રાજ્યકક્ષાએ વિજેતા થયેલા ગુજરાતના બે સ્કૂલ બેન્ડ તથા રાષ્ટ્રીય કક્ષાએ આયોજિત સ્કૂલબેન્ડ સ્પર્ધામાં વિજેતા બે સ્કૂલ બેન્ડ મળીને ચાર સ્કૂલ બેન્ડ દ્વારા બેન્ડ ડિસ્પ્લે પણ થવાના છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સરદાર સાહેબની પ્રતિમાની પદ પૂજા કર્યા પછી પરેડ અને વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા આવશે ત્યારે તેમને કેન્દ્રીય સુરક્ષા દળો અને ગુજરાત પોલીસની કંટીજન્ટ્સ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાશે અને સમગ્ર કાર્યક્રમનો શાનદાર પ્રારંભ થશે.

આ પરેડમાં એકત્વ થીમ આધારિત વિવિધ ટેબ્લોઝનું જે નિદર્શન થવાનું છે તેમાં જુદા જુદા રાજ્યો અને CAPF દ્વારા પોતાની વિશેષતાઓ અને સિદ્ધિઓ દર્શાવતા 10 ટેબ્લો પ્રસ્તુત કરવામાં આવશેNDRF, NSG,, જમ્મુ કાશ્મીર, આંદામાન એન્ડ નિકોબાર, પુડ્ડુચેરી, મહારાષ્ટ્ર, ગુજરાત, મણીપુર, છત્તીસગઢ અને ઉત્તરાખંડ દ્વારા આ ટેબ્લોઝ રજૂ થવાના છે.

આ ઉપરાંત, ભારતીય વાયુસેના દ્વારા ઓપરેશન સૂર્યકિરણ અન્વયે ફ્લાય પાસ્ટ તથા CRPF અને ગુજરાત પોલીસની મહિલા કર્મચારીઓ દ્વારા સંયુક્ત રાયફલ ડ્રીલ, NSG દ્વારા હેલ માર્ચ, આસામ પોલીસ દ્વારા મોટરસાયકલ ડેરડેવિલ શો તેમજ BSFના ઇન્ડિયન બ્રીડનો ડોગ શો, CISF અને ITBPની મહિલા કર્મીઓ દ્વારા ટ્રેડિશનલ માર્શલ આર્ટ, SSB દ્વારા બેન્ડ ડિસ્પ્લે અને NCC કેડેટસ પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર બનશે.

તેમણે ઉમેર્યું કે, વધુને વધુ લોકો આ એકતા પરેડ નિહાળી શકે તે હેતુસર આ વર્ષે બેઠક વ્યવસ્થામાં પણ વધારો કરવામાં આવ્યો છે અને 11,500થી વધુ લોકો પરેડ નિહાળી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસ પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવ્યું છે તેના પર ઓનલાઇન રજીસ્ટ્રેશનથી કોઈપણ વ્યક્તિ આ એકતા પરેડના કાર્યક્રમોમાં જોડાઈ શકે છે.

મુખ્ય સચિવ અને પોલીસ મહાનિદેશકએ કહ્યું કે, દર વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસના ઉપલક્ષ્યમાં કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગ દ્વારા આરંભ કાર્યક્રમનું આયોજન એકતાનગર ખાતે કરવામાં આવે છે. આ વર્ષે આ કાર્યક્રમમાં લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ફોર એડમિનિસ્ટ્રેશન-LBSNAAના 660 જેટલા પ્રશિક્ષણાર્થીઓ ભાગ લેવાના છે. તેમણે ઉમેર્યું કે, આ 15 દિવસ દરમિયાન 45 ફૂડ સ્ટોલ, 55 હસ્તકલા અને હેન્ડલૂમ સ્ટોલ, વિવિધ રાજ્યોના પેવેલિયન્સ અને 28 રાજ્ય તેમજ 8 કેન્દ્રશાસિત પ્રદેશોના સાંસ્કૃતિક પ્રદર્શનો યોજાવાના છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement