For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ક્લબ યુવીમાં મા ઉમિયાની ભવ્ય મહાઆરતી સાથે રંગબેરંગી આતશબાજી

04:53 PM Oct 11, 2024 IST | Bhumika
ક્લબ યુવીમાં મા ઉમિયાની ભવ્ય મહાઆરતી સાથે રંગબેરંગી આતશબાજી
Advertisement

ઉમિયાધામ સિદસર પ્રેરીત ’કલબ યુવી નવરાત્રી મહોત્સવ -2024’માં ગઇકાલે આઠમા નોરતા નિમીતે મા ઉમિયાની મહાઆરતીની ભકિતસભર ઉજવણી કરવામાં આવી હતી. ન્યુ 150 ફુટ રીંગ રોડ પર કલબ યુવી દ્રારા આયોજીત નવરાત્રી મહોત્સવ માં અનેક પાટીદાર શ્રેષ્ઠીઓ, ખેલૈયાઓ દર્શકો અને આયોજકો એ આતશબાજી લેસર લાઇટસંગ સાથે માતાજીની આરતી કરી હતી. ભવ્યાતિ ભવ્ય મહાઆરતીમાં અનોખુ ધાર્મીક વાતાવરણ સર્જાયુ હતુ. કલબ યુવી નવરાત્રી ગ્રાઉન્ડમાં ઉમિયા માતાજી મંદિરમાં મા ઉમિયાની પૂજા અર્ચના સાથે રાત્રીના 9:15 કલાકે મહાઆરતીમાં હજારો ખેલૈયાઓ અને દર્શકોએ ભાગ લીધો હતો.

રાજકોટ શહેરમાં ન્યુ 150 ફુટ રીંગ રોડ પર શિલ્પન સાગાની બાજુમાં, કોકોનેટ પાર્ટી પ્લોટની સામે વિશાળ મેદાનમાં કલબ યુવી નવરાત્રી મહોત્સવમાં હર વર્ષની માફક આ વર્ષે પણ ભવ્યાતીભવ્ય મહાઆરતીનું આયોજન થયું હતુ.. કલબ યુવી રાસોત્સવના ગ્રાઉન્ડમાં કડવા પાટીદાર કુળદેવી મા ઉમિયાના મંદિરમાં દરરોજ પુજા અર્ચના વિવિધ મહાનુભાવો દ્રારા આરતી કરવામાં આવે છે.

Advertisement

તા. 10 ઓકટો. ને ગુરૂૂવારે આઠમું નોરતું કડવા પાટીદાર કુળદેવી મા ઉમિયાનું નોરતુ મનાય છે. આઠમાં નોરતે મા ની ભવ્યાતીભવ્ય મહાઆરતી કરવામાં આવે હતી.. ઉમિયાધામ સિદસર પ્રેરીત કલબ યુવી રાસોત્સવના ગ્રાઉન્ડમાં આવેલ મા ઉમિયાના મંદિરમાં 11 બ્રાહમણો દ્રારા વૈદીક મંત્રોચ્ચાર થી માતાજીના પૂજન અર્ચન સાથે મહાઆરતી નો પ્રારંભ કરાયો હતો. કલબ યુવી ના ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ દર્શકો સહીત 10000 થી વધુ માનવ મેદની એ મોબાઇલ ની ફલેશ લાઈટ દ્રારા માતાજીની આરતી કરી હતી. મહાઆરતી દરમ્યાન સમગ્ર ગ્રાઉન્ડની લાઇટો બંધ કરી મા ઉમિયાના મંદિર પર ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. મહાઆરતી સમયે આતશબાજીથી આકાશમાં રંગબેરંગી વાતાવરણ છવાયુ હતુ. લેસર લાઇટીંગ દ્રારા કલબ યુવી ના ગ્રાઉન્ડમાં અદભૂત નજારો જોવા મળ્યો હતો. ડ્રોન દ્રારા મા ના મંદિર પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. કડવા પાટીદાર ભાઇઓ બહેનો હજારોની સંખ્યામાં ઉમટી પડયા હતા દર્શકો અને ખેલૈયાઓએ પોત પોતાના મોબાઇલની ફલેશ લાઈટ દ્રારા માતાજીની આરતી કરી હતી. સમગ્ર મહાઆરતી દરમ્યાન અદભૂત ભકિતસભર વાતાવરણ સજાર્યુ હતુ. ખલૈયાઓ દર્શકો દ્રારા પોતપોતાની જગ્યાએ ઉભા રહી માની આરતી અને પૂજનને સ્ક્રીન પર લાઇવ નિહાળી હતી.

અર્વાચીન રાસોત્સવ ક્ષેત્રે નવી પરંપરાના સર્જક કલબ યુવીમાં સુરેશભાઇ જાવીયાના માર્ગદર્શન હેઠળ સિંગર મયુર બુધ્ધદેવ હીતના કલાકારોએ કલબ યુવી ના ગરબા તેમજ માતાજીની અલાયદી આરતીનું કમ્પોઝ કરીને સુર તાલના સથવારે મહાઆરતીમાં અનોખુ ાતાવરણ સર્જયુ હતુ. હાઇટેક સાઉન્ડ સીસ્ટમના સથવાર ખલૈયાઓએ ધુમ મચાવી હતી. એસ.પી. મુવિના સુરેશભાઈ બેરા તથા વાસુ બેરા -ારા ડ્રોન ફોટોગ્રાફી, લાઇવ સ્ક્રીન અને ફોટોગ્રાફી દ્રારા સમગ્ર મહાઆરતીને કેમેરે કંડારી હતી. કલબ યુવી દ્રારા યુ ટયુબ તથા ફસબુક લાઇવ દ્રારા તહાઆરતીનું પ્રસારણ કરાયુ હતુ. જેમાં દુનીયાભરના અનેક દેશોમાંથી પાટીદાર પરિવારોએ મહાઆરતી લાઇવ નિહાળી હતી. સમગ્ર મહાઆરતીનું સંચાલન અનીશ ચાંગેલાએ કર્યુ હતુ. ભવ્ય મહાઆરતી બાદ આજે મેગા ફાઇનલ યોજાશે. નવ નોરતાના સિલેકટ થયેલ ખેલૈયાઓ વચ્ચે મેગા ફાઇનલ યોજી વિવિધ કેટેગરીના વિજેતાઓ ને એકટીવા, આઇપેડ સહીત અનેક ઇનામો ની વણઝાર કરવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement