મનરેગામાં નેતાઓ અને અધિકારીઓ વચ્ચે મિલીભગત, ભાજપ સાંસદનો નવો ધડાકો
ભરૂચના સાંસદ મનસુખ વસાવા આખાબોલા નેતા તરીકેની છાપ ધરાવે છે. જેઓ અવનવા નિવેદનો તેમજ પત્રોના કારણે ચર્ચામાં રહે છે.
ત્યારે વધુ એક વખત સાંસદ મનસુખ વસાવાનો લેટરબોમ્બ સામે આવ્યો છે. જેમાં તેમણે મુખ્યમંત્રીને પત્ર લખી મનરેગાના ટેન્ડર પ્રક્રિયામાં મિલીભગત મામલે જણાવ્યું છે.
સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જિલ્લા સહિત રાજ્યભરમાં આવું બનતું હોવાનીની રજૂઆત કરી છે. સાથો સાથ મનરેગામાં નેતાઓ અને અધિકારીઓ પોતાની માનીતી એજન્સીઓને કામ આપી દે છે તેવું પણ જણાવ્યું છે. સાથો સાથ ઓછા ભાવનું ટેન્ડર ભરીને એજન્સીઓ ગુણવત્તા વગરનું કામ કરતી હોવાનો લેટરમાં ઉલ્લેખ કર્યો છે. જે કોઈ એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવે તેને 3 વર્ષનો મનરેગાના કામનો અનુભવ જરૂૂરી હોય છે તેવુ પણ પત્રમાં જણાવ્યું છે.
પત્રમાં લખ્યું છે કે,ગુજરાતમાં અધિકારીઓ અને નેતાઓની મિલીભગતથી પોતાના માનીતાઓને સગાઓની એજન્સીઓના જ ટેન્ડર મંજુર થાય તે મુજબ ખુબજ સમજદારી પુર્વક ગોઠવણ કરવામાં આવે છે. નેતાઓ પ્રજાની સેવા કરવાના બદલે કોન્ટાક્ટના કામોમાં વધારે રસ લઈ રહ્યા છે. જેના કારણે કામોમાં પણ ગુણવત્તા જળવાતી નથી. અને તેમાં સરકારનું ખરાબ દેખાય છે.
મનરેગાના કામોમાં તમામ જીશાઓમાં સરકાર દ્વારા આપેલ મોડેલ ટેન્ડર મુજબ ટેન્ડર બહાર પાડેલ છે. પરંતું કેટલાક જીણામાં નિયમોમાં ફેરફાર કરી ચેડા કરી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે. જે ખરેખર ખોટું છે. સક્ષમ અને મનરેગામાં કામ કરેલ છે. તેવી અનુભવી એજન્સીઓના બદલે નેતાઓની અથવા તેમના નજીકનાઓની એજન્સીના ટેન્ડર મંજુર થાય તે મુજબ અધિકારીઓ કામ કરી રહ્યા છે. નર્મદા જિલ્લામાં પણ ઉપરોકત વિષય બાબતની લેખીત રજુઆત સરકાર તથા જિલ્લા અધિકારીઓને કરી છે.