ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કલેકટરોને રોડ-ડેમ-કેનાલ-શાળા-આંગણવાડીનું નિરિક્ષણ કરવા આદેશ

11:54 AM Jul 26, 2025 IST | Bhumika
Advertisement

કલેકટર્સ કોન્ફરન્સમાં પબ્લિક સેફટીને ખાસ પ્રાધાન્ય આપી એકપણ જાનહાની ન થાય તેનું ધ્યાન રાખવા મુખ્યમંત્રીના અગ્ર સચિવની સુચના : રોપ-વે, બોટીંગ અને મેળા અંગે જરૂરી પ્રમાણપત્રો અને મંજૂરીઓ ચકાસીને સુપરવિઝન કરવું

Advertisement

મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. જયંતી રવિના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ખાતે કલેક્ટર્સ કોન્ફરન્સ યોજાઈ હતી. આ કોન્ફરન્સમાં મુખ્યમંત્રીના અગ્ર સચિવ અવંતિકા સિંઘ, ડો. વિક્રાંત પાંડે, અતુલ ગોર ખાસ ઉપસ્થિતિ રહ્યાં હતાં. જેમાં મુખ્યમંત્રીના અગ્ર સચિવ અવંતિકા સિંઘે કલેક્ટરોને એવી સૂચના આપી હતી કે, રાજ્યના વિવિધ વિભાગો હસ્તકના મકાનો, સરકારી ઇમારતો, ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ સુવિધા જેવી કે રોડ, ડેમ, બ્રિજ, કેનાલો, બેરેજ, સરકારી હોસ્પિટલો, શાળાઓ, આંગણવાડીઓનું નિરીક્ષણ કરો અને પબ્લિક સેફ્ટીની સુનિશ્ચિતતા કરીને રાજ્યમાં એક પણ જાનહાનિ થાય નહીં તેનું ખાસ ધ્યાન રાખો. અવંતિકા સિંઘે તો ત્યાં સુધી જણાવ્યું હતું કે, તલાટી સહિત તમામ મહેસૂલી અધિકારીઓના માધ્યમથી આ બાબતે જરુરી તકેદારી રાખવામાં આવે અને રોપ-વે, બોટિંગ, મેળા વગેરે જેવી પ્રવૃત્તિઓ અંગે જરૂૂરી પ્રમાણપત્રો અને મંજૂરીઓની ચકાસણી કરવા જરૂૂરી સંકલન અને સુપરવિઝન પણ જિલ્લાના વડા કલેક્ટરો દ્વારા થવું જોઈએ. તેમણે, બ્રિજના ફાઉન્ડેશન એરિયામાં ગેરકાયદે માઇનિંગ અટકાવવા કડકમાં કડક પગલાં લેવા પણ સૂચનાઓ આપી હતી.

તપાસણી કમિશનર રાજેશ માંજુએ iORA પોર્ટલ ઉપરની વિવિધ અરજીઓની પેડેન્સીનો રિવ્યૂ કરીને તેનો સમયમર્યાદામાં નિકાલ, ખેડૂત ખરાઇના નિકાલ થયેલ કેસો, નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવાયેલા સર્વે નંબરના કેસો વગેરે અંગે થયેલી કામગીરી, iRCMS રેવન્યૂ કેસના પોર્ટલ ઉપર પડતર કેસો અને ઠરાવ પર લીધેલા કેસો, વગેરેની ચર્ચા કરીને આ તમામ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી હતી.

ડો. રવિએ જણાવ્યું હતું કે, જિલ્લા તંત્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને રિસર્વેની કામગીરી, મહેસૂલી ઠરાવો અને પરિપત્રોની સમીક્ષા કરીને વિષય-વાર એક સંકલિત ઠરાવ બનાવવાની તેમજ મેન્યુઅલ તૈયાર કરવાની કામગીરી, સંપાદનના પ્રશ્નો માટે એક ટાસ્ક ફોર્સ બનાવવાની કામગીરી કરો. તેમણે iORAમાં દફતરે થતી અરજીઓ, RTLOC (Revenue Title and Land Occupancy Certificate) અંગેની કામગીરી કરવા માટે ઉપરાંત પી.એમ. પોષણ યોજના હેઠળના સેન્ટ્રલાઇઝડ કિચન માટે જમીન ફાળવણી, રેડ ક્રોસ માટે જમીન ફાળવણી વગેરેની પણ સમીક્ષા કરી હતી અને જમીન ફાળવણીની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચનાઓ આપી હતી.

આયોજન પ્રભાગ સચિવ આદ્રા અગ્રવાલ દ્વારા MPLA હેઠળ સૂચવેલા કામોને ઝડપી મંજૂરીઓ આપવા અને મંજૂર થયેલા કામોમાં ઝડપ કરીને ચૂકવણું કરવા માટે જરુરી સૂચનાઓ કલેક્ટરોને આપવામાં આવી હતી. રોડ સેફટી કમિશનર સતીશ પટેલે રોડ સેફ્ટી અંગે જરૂૂરી તકેદારી રાખવા કલેક્ટરોને જરૂૂરી સૂચનો કર્યા હતા. વિકાસ કમિશનર કચેરી દ્વારા ગૌચર પરના દબાણો અંગે તેમજ જૂના ગામતળ દબાણો દૂર કરવા સંબંધે તેમજ નવા ગામતળ નીમ કરવાની ઝૂંબેશ અંગેની કામગીરી અંગે કલેક્ટરોને સૂચના આપવામાં આવી હતી.

37000 જેટલા પેન્ડિંગ રેવન્યુ કેસોનો ઝડપથી નિકાલ કરાયા

દરમિયાનમાં મહેસૂલ વિભાગના અગ્ર સચિવ ડો. રવિએ (1) કુદરતી આપદા સમયે અંગેના કેસોમાં સંવેદના દાખવી તેમાં ઝડપથી જરૂૂરી કાર્યવાહી કરવા (2) મહેસૂલ વિભાગ અને ખાતાના વડાની કચેરીઓના હાઇકોર્ટમાં પડતર કોર્ટ કેસો સંદર્ભે રાજ્યની કલેક્ટર કચેરીઓમાં પડતર 29,000થી વધુ કેસો મળીને કુલ 37,000 જેટલા કેસોનો જિલ્લા-વાર રિવ્યૂ કરીને તેના ઝડપી નિકાલ માટે એક્શન પ્લાન બનાવીને આ કેસોનો નિકાલ કરવા (3) આ અંગે હાઇકોર્ટના સિનિયર લો ઓફિસર્સ અને જિલ્લાઓના કાયદા અધિકારી સાથે એક બેઠક યોજીને આ અંગેનો વિસ્તૃત રોડ મેપ બનાવવા અંગે પણ નિર્દેશ આપ્યો હતો.

Tags :
Collectors orderedGANDHINAGARgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement