જામનગર રોડ ઉપર ગેરકાયદે દબાણો સામે કલેક્ટર તંત્ર એક્શનમાં, નોટિસો ફટકારાશે
અનેક ઢાબાઓએ સરકારી જમીનો દબાવી?, સન્ની પાજીના ઢાબાનો ઝઘડો અન્યને દઝાડશે
રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલ એક ખાનગી ધાબામાં મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા સહિતના લોકો પર હુમલાની ઘટના સામે આવી હતી. આ સમગ્ર ઘટનામાં કોઈ પણ ફરિયાદ નોંધાવામાં આવી નથી સમાધાન થઈ ગયા હોવાનું વાત સામે આવી છે પરંતુ ઘટના બાદ તંત્ર એકશનમાં આવ્યું છે. કલેક્ટર દ્વારા જામનગર રોડ પર હાઇવે ની આજુબાજુમાં રહેલા દબાણનો સર્વે કરવાની સૂચના આપવામાં આવી છે. બાદમાં દબાણ જણાય તો નોટિસ ફટકારી દબાણ દૂર કરવાની સૂચના તાલુકા મામલતદારને આપવામાં આવી છે. મામલતદાર દ્વારા માધાપર ચોકડીના આજુબાજુના વિસ્તારમાં સર્વેને કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
મળતી વિગતો અનુસાર તાલુકા મામલતદાર મકવાણા દ્વારા માધાપર ચોકડી નજીક આવેલ પાર્થ ખૂટ નામના આસામી દ્વારા માધાપર ચોકડી નજીક સરકારી જમીન પર ચાર જેટલી દુકાનો ખડકી દેવામાં આવી છેએને બાદમાં દુકાનો ભાડે આપી દેવામાં આવી છે. જેને લઇ મામલતદાર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. આવતા અઠવાડિયા તેમની ડીમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. હાલ મામલતદાર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે.અને દબાણ કરતાં પાસે જવાબ માંગવામાં આવ્યો છે. અને ત્યારબાદ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
હાલ મામલતદાર દ્વારા માધાપર ચોકડી નજીકના વિસ્તારમાં હાઇવે પર રહેલા દબાણ અંગેની સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.અને વહેલી તકે આ સર્વે પૂર્ણ કરવામાં આવશે અને જો કોઈ પણ સરકારી જમીન પર દબાણ જોવા મળશે તો તેઓને તાત્કાલિક નોટિસ આપવામાં આવશે અને ત્યારબાદ ડીમોલેશનની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા પર થયેલા હુમલા બાદ શહેરમાં ચાર્ચાએ પણ જોર પકડ્યું છે. કે જામનગર રોડ પર આવેલ કેટલાય ધાબા ઓ સરકારે જમીનમાં હોવાની ચાર્ચાએ ગામમાં જોર પકડ્યું છે.