For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વેરાવળમાં જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકનાર હોસ્પિટલો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરતા કલેક્ટર

11:37 AM Aug 30, 2024 IST | Bhumika
વેરાવળમાં જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકનાર હોસ્પિટલો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરતા કલેક્ટર
Advertisement

વેરાવળની કેટલીક હોસ્પિટલો દ્વારા ગ્લોસ,ડ્રેસિંગ, ઇન્જેક્શન, નીડલ,વગેરે જેવો બાયોમેડિકલ વેસ્ટ નગરપાલિકાના ડમ્પીંગ યાર્ડ ખાતે ખુલ્લેઆમ નાખવામાં આવતો હતો.જેથી લોકોના સ્વાસ્થ્યને ધ્યાને લઈ જિલ્લા મેજિસ્ટ્રેટ દિગ્વિજયસિંહ ડી.જાડેજા દ્વારા વેરાવળ શહેર તથા આસપાસની હોસ્પિટલોમાં બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ રૂૂલ -2016 ના માપદંડો મુજબ બાયોમેડિકલ વેસ્ટની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે કે કેમ? વગેરે જેવા બાયોમેડિકલ વેસ્ટ સબંધિત તમામ જોગવાઈઓનું પાલન થાય એ માટે જી.પી.સી.બી.-જૂનાગઢ , આરોગ્ય વિભાગ અને રેવન્યુ વિભાગના અધિકારીઓની ટીમ દ્વારા તપાસ કરાવવામાં આવી હતી અને તમામ હોસ્પિટલના સંચાલકોને બાયોમેડિકલ વેસ્ટ બાબતે નિયમોનુસાર કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ.

તેમ છતાં ઉકત બાબતની દરકાર કર્યા વગર વેરાવળની અલીફ હોસ્પિટલના સંચાલકો દ્વારા ગેરકાયદેસર બાયોમેડિકલ વેસ્ટ ખુલ્લામાં નાખતા હોવાનું અને બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ રૂૂલ્સ -2016 ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરતા હોવાનું ધ્યાને આવતા એસડીએમ, વેરાવળ દ્વારા ધોરણસરની તપાસ કરી અહેવાલ કરતા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જી.પી.સી.બી.ને હોસ્પિટલ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવેલ. જેને લઇને જી.પી.સી.બી. દ્વારા આ હોસ્પિટલને કલોઝર નોટિસ આપવામાં આવેલ છે.

Advertisement

વધુમાં ,જિલ્લાની કોઈ પણ હોસ્પિટલમાં બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ રુલ્સ -2016 નું પાલન નહીં કરવામાં આવે તો આવી હોસ્પિટલોના સંચાલકો વિરૂૂદ્ધ એન્વાયરમેન્ટ પ્રોટેક્ટશન એક્ટ -1986 ની કલમ-15 હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવશે તેમ જણાવેલ.

Advertisement
Tags :
Advertisement
Advertisement