રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પાળ દરબારની પાળ ગામની જમીનનો કબજો લઈ લેતા કલેક્ટર

04:18 PM Apr 05, 2025 IST | Bhumika
Advertisement

રાજકોટ જીલ્લા કલેકટરએ નામદાર ગુજરાત હાઈકોર્ટએ કે સુપ્રિમ કોર્ટએ આદેશ કરેલ નથી તેમ છતાં હાઈકોર્ટએ અને સુપ્રિમ કોર્ટએ તેને આદેશ કરેલ હોય તેમ પોતાની રીતે અર્થઘટન કરી પાળ કરબારની લોધીકા તાલુકામાં પાળ ગામે આવેલ જમીનો સરકાર દાખલ કરવા તથા રેવન્યુ રેકર્ડમાં તેના હુકમની નોંધ દાખલ કરવા હુકમ ફરમાવેલ છે. તેની સામે પાળ દરબાર અમરસિંહ હરિશ્ચંદ્રસિંહ જાડેજા, રહે. પાળ દરબારગઢનાએ લોધીકા મામલતદાર તથા રાજકોટ જીલ્લા કલેકટરને ક્ધટેમ્પટ ઓફ કોર્ટની એટલે કે ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રિમકોર્ટના હુકમની અવહેલના અને અપમાન કરવા સામે નોટીસ ફટકારેલ છે.

Advertisement

ભારત આઝાદ થયા બાદ શહેરી જમીન ટોચ મર્યાદા અને ખેત જમીન ટોચ મર્યાદા 1970ના દાયકામાં અમલમાં આવેલ. જે અનુસંધાને સ્વ. એચ.બી.જાડેજાએ પોતાની ભુસંપતિ જાહેર કરવા શહેરી જમીન ટોચ મર્યાદા અને ખેત જમીન ટોચ મર્યાદાના કાયદા હેઠળ ડેકલેરેશન કરતા ફોર્મ રજુ કરેલ. ત્યારબાદ ધારણકરવા યોગ્ય જગ્યા બાબતે સને-1979થી 2024 સુધી હાઈકોર્ટ સુપિમ કોર્ટ સુધી લીટીગેશન થયેલ. જેમાં છેલ્લે ગુજરાત હાઈકોર્ટએ સરકાર તથા પાળ બાપુની સામસામી ચાલતી કાર્યવાહીમાં પાળ દરબાર અમરસિંહ હરિશ્ચંદ્રસિંહ જાડેજા તથા અન્ય વારસોને વિશેષ મળવાપાત્ર અને રાખવાપાત્ર જમીન બાબતે ચોઈસ આપવા જુમીન બાબતે પસંદગી કરવાની તક આપવાનો હુકમ કાયમ રાખેલ છે. જેની સામે પાળ દરબાર અને જીલ્લા કલેકટર/સરકાર અરસ પરસ કાનુની કાર્યવાહી કરી સુપ્રિમ કોર્ટમાં ગયેલ છે. પરંતુ સુપ્રિમ કોર્ટએ કે ગુજરાત હાઈકોર્ટએ આજ દિવસ સુધી જીલ્લા કલેકટરને પાળ દરબારની પાળ મુકામે આવેલ ખેતી જમીન શ્રીસરકાર કરવા કે તેનો કબ્જો પેપર પજેસન લેવા કોઈ આદેશ કરેલ નથી.

તેમ છતાં તા. 27/1/25ના રોજ પાળની જગ્યા સુપ્રિમ કોર્ટ ધ્વારા જે નિર્ણય કરવામાં આવે તેની શરતે સરકાર કરવા હુકમ ફરમાવેલ છે. આ અપકૃત્ય સામે પાળ દરબારએ સક્ષમ સતાધિકારીઓને લેખિત વાંધાઓ આપી હીયરીંગની ડીમાન્ડ કરેલ, પરંતુ તેઓએ લેન્ડ રેવન્યુ કોડની જોગવાઈને કોરાણે મુકી ફક્ત 11 દિવસમાં તમામ જગ્યાને સરકારી ગણાવવા અને શ્રી સરકારના હેઠ ઉપર દાખલ કરવા ઓર્ડર કરેલ છે - નોંધ પ્રમાણીત કરેલ છે. તેમજ આવી નોંધ દાખલ કરતા પહેલા પાળ દરબારની પાળ મુકામે આવેલી જગ્યાઓમાં સરકારની માલિકી છે. તેવા બોર્ડ કાયદો હાથમાં લઈ લગાવી દીધા છે.

ગેરકાયદેસરતાની પરાકાષ્ટા તો એ છે કે, રાજકોટના રૈયા ગામ મુકામે આવેલ રે.સ.નં. 250ની જમીન બાબતે નકુલન એસ. પનીકર વિરૂૂધ્ધ કાંતીલાલ અંબાલાલ પટેલ ગુજરાત હાઈકોર્ટમાં મિલાપીપણામાં કરેલ દાવા અનુસંધાને ઉતરોઉત્તર તકરાર ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચતા નામદાર ગુજરાત હાઈકોર્ટએ ફર્સ્ટ અપીલ નં.2238/2012 તથા અન્ય અપીલમાં સંયુક્ત રીતે તા. 18/7:12ના રોજ હુકમ ફરમાવી ફક્ત રૈયાના રેસ.નં-250ની જમીન એકર 198-39 બાબતે એક કમીટી રચવા આદેશ કરેલ જેમાં હાઈકોર્ટના રજીસ્ટ્રાર, રાજકોટ તાલુકા મામલતદાર તથા રાજકોટ ડીસ્ટ્રીકટ કોર્ટના જવાબદાર અધિકારીને રૈયાના રે.સ.નં.250ની જમીનનો કબ્જો રીસીવર તરીકે કમીટીને સોંપવા આદેશ કરેલ. આ આદેશ ફકત રૈયાના રે.સ.નં. 250 પુરતો જ છે.

ગુજરાત હાઈકોર્ટની ઉપરોક્ત ફર્સ્ટ અપીલનો નિકાલ થયા બાદ સુપ્રિમ કોર્ટ ધ્વારા રૈયાના રે.સ.નં.250 પુરતો કમીટી ધ્વારા જગ્યાની જાળવણીનો હુકમ થથાવત રાખેલ છે. આ હાઈકોર્ટ અને સુપ્રિમકોર્ટ સમક્ષની કાર્યવાહીમાં પાળ દરબારની અન્ય કોઈ ખેતી જમીન બાબતે ઉપરોકત કમીટીને કબ્જો સોંપવો તેવો કોઈ આદેશ ન હોવા છતાં રાજકોટ જીલ્લા કલેકટરે સદરહું ઉચ્ચ અદાલતોએ તમામ જગ્યાના કબ્જા સોંપવાનો હુકમ કરેલ છે. તેવું વિકૃત અર્થઘટન કરેલ છે. માઈકોર્ટએ કયારેય પાળ ગામની જમીનના કબ્જા કમીટીને સોંપવા હુકમ કરેલ નથી તેમ છતાં હાઈકોર્ટના ફર્સ્ટ અપીલ નં.2238/12, તા. 18/7/12ના હુકમ થી નિયત થયેલ કમીટીને સોંપવાનો હુકમ કરવામાં આવેલ છે તેવું ઠરાવી રેવન્યુ રેકર્ડમાં નોંધ દાખલ કરવા મોકલેલ છે. અને પોતે આ કમીટીના સુપિરીયર હોય તે રીતે કમીટીના સભ્યોને પત્ર લખી પોતે આચરેલ ગેરકાયદેસરતાની અમલવારી કરવા જાણ કરેલ છે.

ઉપરોકત ક્ધટેમ્પટ ઓફ કોર્ટ બાબતેની કાર્યવાહી તથા દૈયા રે.સ.નં.250ની અપીલની કાર્યવાહીમાં પાળ દરબાર તથા અન્ય વારસો વતી એડવોકેટ દરજજે વિકાસ કે, શેઠ, અલ્પા શેઠ, પ્રકાશ બેડવા, ફાતેમાં ભારમલ વિગેરે વકીલ તરીકે રોકાયેલ છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement