ધો. 8ના વિદ્યાર્થીઓને દાખલા ન આવડતા કલેક્ટરે શિક્ષકોને ખખડાવ્યા
તાપી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં નવું શૈક્ષણિક વર્ષ શરૂૂ થઈ ગયું છે. હાલ સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે. જેમાં શાળામાં કાર્યક્રમ કરવામાં આવે છે આ દરમ્યાન શિક્ષકો-વિદ્યાર્થીઓ અને ગામના અગ્રણીઓ, અધિકારીઓ હાજરી આપતા હોય છે. આ દરમિયાન વિદ્યાર્થીઓને જરુરી સૂચનો અને પુસ્તકો આપે છે. શાળાઓ શરૂૂ થતાની સાથે વિદ્યાર્થીઓ અને શિક્ષકો હવે નિયમિત રીતે વર્ગમાં આવતા થયા છે.
પરંતુ તાપી જિલ્લાના વાલોડ તાલુકાના પેલાડ બુહારી ગામે શિક્ષકોને કલેકટરે ઠપકો આપ્યો હતો તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં આવેલા ખોબા જેવડાં ગામ પેલાડ બુહારી ગામમાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ હતો. આ દરમિયાન તાપી જિલ્લા કલેકટર આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. જે દરમ્યાન ધોરણ-8ના છાત્રોને બાદબાકીના દાખલા પૂછયા પણ છાત્રોને ન આવતા આખરે કલેકટરે શિક્ષકોનો ઉધડો લઈ લીધો હતો. જિલ્લા કલેકટર ડો.વિપિન ગર્ગે શાળાપ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. આ દરમ્યાન વિદ્યાર્થીઓના ગણિતના દાખલા ન આવડતા શિક્ષકો પર કલેકટર બગડયા હતા. છેલ્લે કલેકટરે શિક્ષકોને ગણિત અને બીજા વિષયોમાં વિદ્યાર્થીઓને પદ્ધતિસર ભણાવવા અને ધ્યાન આપવા ઠપકો આપ્યો હતો. ઉપરાંત જિલ્લા શિક્ષણ વિભાગ પણ આવી શાળા તરફ ધ્યાન કેન્દ્રીત કરે એ જરુરી બન્યું હોવાનું જણાવ્યું હતું.