જંત્રીના પ્રશ્ર્નોને પ્રાથમિકતા આપવા કલેક્ટરનો આદેશ
ધાર્મિક સહિતના દબાણો હટાવવા E-KYCની કામગીરી ઝડપી કરવા અધિકારીઓને સૂચના
ગુજરાત સરકાર દ્વારા સુચિત જંત્રી દર જાહેર કરતા રાજ્યભરમાં હોબાળો મચી ગયો છે. ગઇકાલે બિલ્ડરો દ્વારા પણ બાંધકામ સાઇટો બંધ રાખી અને મૌન રેલી કાઢી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાજકોટ કલેક્ટર કચેરી સહિત જિલ્લાની વિવિધ કચેરીઓમાં અન્ય કામગીરીના બદલે જંત્રી અંગે આવતી વાંધા અરજી અને તેના પ્રશ્ર્નોના નિરાકરણને પ્રાથમિક્તા આપવા માટે કલેક્ટર દ્વારા અધિકારીઓને આદેશ કરવામાં આવ્યો છે. બિલ્ડરોના વિરોધ બાદ રાજકોટ કલેક્ટર પ્રભવ જોશી દ્વારા જંત્રીને લગતી અરજી અને પ્રશ્ર્નો સાંભળવા માટે એક ખાસ કમિટિની રચના કરવામાં આવી છે.
આ કમિટી દ્વારા બિલ્ડરો અને સામાન્ય જનતા દ્વારા જંત્રી મુદ્દે આવતી આરજી અને પ્રશ્ર્નોના નિરાકરણ માટેની કામગીરી કરાશે અને તેનો રિપોર્ટ સરકારમાં અપાસે ત્યારે આજે જિલ્લાની રેવન્યુ બેઠકમાં પણ કલેક્ટર દ્વારા આ કામગીરી પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.
રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભાવ જોશીના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી ખાતે રેવન્યુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું .આ બેઠકમાં કલેકટર દ્વારા ખાસ કરીને જિલ્લામાં સરકારી જમીન ઉપર રહેલા દબાણનો તેમજ ધાર્મિક દબાણોને વહેલી તકે દૂર કરવા અંગેની પણ સૂચનાઓ આપવામાં આવી હતી. તેમાં સરકારી જમીનમાં રહેલા દબાણને નોટિસો આપીને વહેલી તકે દબાણ દૂર કરવા દૂર કરવા તેમજ અગાઉ દબાણ અંગે આપેલી નોટિસનું તાત્કાલિક દબાણ દૂર કરવા પણ સૂચનાઓ આપવામાં આવી હતી.
ખાસ કરીને અધિકારીઓને હાલ જંત્રીના પ્રશ્ન સાંભળવા માટે અધિકારીઓને સૂચનાઓ પણ આપવામાં આવી છે. જિલ્લાની વિવિધ કચેરીઓ ખાતે જંત્રીના પ્રશ્નો સાંભળવા માટે તેમજ રજૂઆત કરવા માટેનું વ્યવસ્થા કરવા પણ પ્રાંત અધિકારીઓ તેમજ મામલતદારોને સૂચન કરવામાં આવ્યું છે.તેમજ આગામી દિવસોમાં ઊ-ઊંઢઈની કામગીરી ઝડપી બાનવા અંગે પણ સૂચનાઓ છે.તે આપવામાં આવી છે.