કલેક્ટર વધુ એક સપ્તાહની રજા પર, કચેરી શરૂ પણ અધિકારીઓ રજાના મૂડમાં
03:54 PM Oct 27, 2025 IST
|
admin
Advertisement
દિવાળીની રજાઓ બાદ પણ કલેક્ટર કચેરીમાં રજાનો માહોલ!
Advertisement
રાજ્ય સરકાર દ્વારા દિવાળીના તહેવાર નિમિત્તે જાહેર કરવામાં આવેલી એક અઠવાડિયાની રજાઓ પૂર્ણ થતાં આજથી (સોમવાર, 27 ઓક્ટોબર) તમામ સરકારી કચેરીઓ રાબેતા મુજબ શરૂૂ થઈ ચૂકી છે. જોકે,અધિકારીઓ હજી પણ રજાના મૂડમાં જોવા મળી રહ્યા છે, જેના કારણે સરકારી કામગીરી પર તેની અસર જોવા મળી રહી છે.
રાજકોટ જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશ દિવાળીની રજાઓ પૂરી થયા બાદ પણ વધુ એક અઠવાડિયાની રજા પર ઉતરી ગયા હોવાનું જાણવા મળ્યું છે.મહત્ત્વનું છે કે, કલેક્ટર દિવાળીની જાહેર થયેલી એક અઠવાડિયાની રજા પર ગયા હતા અને તે પછી પણ તેમણે વધુ એક અઠવાડિયાની રજા લંબાવી છે. તેઓ આગામી સોમવાર, 3 નવેમ્બર, 2025 સુધી રજા પર ઉતરી ગયા છે.
Next Article
Advertisement